
જમ્મુ કાશ્મીરના ત્રિકુટ પર્વત પર આવેલ માતા વૈષ્ણોદોવીની યાત્રા, શ્રાઈન બોર્ડે આજથી અચોક્કસ મુદત માટે સ્થગિત કરી છે. આમ કરવા પાછળ હવામાન વિભાગે, ઉચ્ચારેલી ખરાબ હવામાનની આગાહી હોવાનું કહેવાય છે. શ્રાઈન બોર્ડે, યાત્રાએ આવતા યાત્રાળુની સુરક્ષા અને સલામતી માટે યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. યાત્રાળુઓની સલામતી અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે મોડી રાત્રે X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા આ માહિતીની જાહેરાત કરી.
Yatra Update
Jai Mata Di …!!!
In view of the inclement weather advisory issued by the Indian Meteorological Department, Vaishno Devi Yatra shall remain temporarily suspended .
Devotees may stay updated through official channels.@diprjk @OfficeOfLGJandK
— Shri Mata Vaishno Devi Shrine Board (@OfficialSMVDSB) July 18, 2026
તો બીજી તરફ અમરનાથ યાત્રા પણ સ્થગિત કરવામા આવી છે. આ અંગે કાશ્મીર વિભાગીય કમિશનર અંશુલ ગર્ગે જણાવ્યું હતું કે, 19 જુલાઈથી પહેલગામ અને બાલતાલ બંને રૂટ પરથી અમરનાથ યાત્રા સંપૂર્ણપણે સ્થગિત રહેશે. વહીવટીતંત્રે હાલમાં જમ્મુ, ઉધમપુર અને રામબનમાં રહેતા તમામ યાત્રાળુઓને તેમના નિયુક્ત આવાસ કેન્દ્રોમાં જ રહેવા અને અધિકારીઓ તરફથી આપવામાં આવનારી સત્તાવાર વધુ સૂચનાઓની રાહ જોવાની અપીલ કરી છે.
#WATCH | Ramban, J&K: The Shri Amarnath Yatra to remain suspended from 19 July due to bad weather in view of the inclement weather advisory issued by India Meteorological Department (IMD).
“In view of the forecast of inclement weather over the next few days and considering the… pic.twitter.com/P7N3WOn11z
— ANI (@ANI) July 19, 2026
દરમિયાન, પવિત્ર તીર્થસ્થળ પર આશીર્વાદ મેળવવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે, શનિવારે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી 3,632 યાત્રાળુઓનો એક નવો જથ્થો પવિત્ર અમરનાથ ગુફા માટે રવાના થયો. સત્તાવાર આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં 3,76,779 યાત્રાળુઓએ પવિત્ર અમરનાથ ગુફામાં દર્શન કરવા માટે મુલાકાત લીધી છે.
Published On - 8:46 am, Sun, 19 July 26