Breaking News : રામ મંદિર બાદ બદ્રીનાથ ધામમાં દાન પર પ્રશ્નો ઉભા થયા, સરકારે બનાવી સમિતિ 15 દિવસમાં રિપોર્ટ સોંપશે

ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં દાન ચોરી અને પ્રસાદ તેના સંચાલનમાં કથિત ગેરરીતિઓની તપાસ માટે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિ 15 દિવસમાં પોતાનો અહેવાલ રજૂ કરશે.

Breaking News : રામ મંદિર બાદ બદ્રીનાથ ધામમાં દાન પર પ્રશ્નો ઉભા થયા, સરકારે બનાવી સમિતિ 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
Image Credit source: AI
| Updated on: Jul 08, 2026 | 9:47 AM

અયોધ્યાના રામ મંદિરની દાન ચોરીનો વિવાદ હજુ શાંત થયો નથી. ત્યારે હવે ઉત્તરાખંડના ફેમસ બદ્રીનાથ ધામમાં પણ દાન ચોરીમાં ગેરરીતિ થઈ હોવાની વાત સામે આવી છે. આ મામલાની તપાસ માટે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નિર્દેશ પર એક ઉચ્ચસ્તરીય સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. સમિતિને 15 દિવસની અંદર પોતાની તપાસનો રિપોર્ટ સરકારને સુપરત કરવા સૂચના આપવામાં આવી છે.

જાણકારી મુજબ 3 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિના અધ્યક્ષ આયુક્ત ગઢવાલ મંડલ હશે. સમિતિમાં રાષ્ટ્રીય સ્વાસ્થ મિશન (NHM)ના પ્રબંધ નિદેશક સંદીપ તિવારી અને મહાનિર્દેશક ચિકિત્સા અને સ્વાસ્થ વિભાગ કાર્યલયના નિર્દેશક જગત સિંહ ચૌહાણ સભ્ય બનાવવામાં આવ્યા છે.

15 દિવસની અંદર રિપોર્ટ સોપશે સમિતિ

સચિવ પર્યટન ધીરાજ સિંહ ગબ્યાલ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ સમિતિ મંદિરમાં પ્રાપ્ત થનારા દાન-ચઢાવ સાથે સંબંધિત કથિત અનિયમિતતાઓની વિસ્તૃત તપાસ કરશે અને 15 દિવસની અંદર તપાસ રિપોર્ટ શાસનને આફશે.

સમિતિ સહયોગ અને સલાહ મેળવી શકશે

તપાસ દરમિયાન જરુર પડે તો સમિતિના કોઈ પણ અધિકારી, વિશેષજ્ઞ કે અન્ય સંબંધિત વ્યક્તિના સહયોગ અને સલાહ લઈ શકશે. આ સાથે સમિતિ દાન વ્યવસ્થાપન પ્રણાલીને વધુ પારદર્શક, જવાબદાર અને અસરકારક બનાવવા માટે જરૂરી સુધારાત્મક પગલાં અને સૂચનોની પણ સરકારને જાણ કરશે. મુખ્યમંત્રીના નિર્દેશો પર રચાયેલી આ સમિતિનો ઉદ્દેશ્ય આ બાબતની નિષ્પક્ષ તપાસ કરીને પારદર્શિતા અને સિસ્ટમમાં લોકોનો વિશ્વાસ મજબૂત કરવાનો છે.

BKTCએ અંગત સહાયકને સસ્પેન્ડ કર્યો

શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) એ ચેરમેનના કાર્યાલયમાં તૈનાત અંગત સહાયક પ્રમોદ નૌટિયાલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. મંગળવારે બદ્રીનાથ ધામમાં દાનના સંચાલનમાં કથિત અનિયમિતતાઓની તપાસ ચાર સભ્યોની ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. BKTCના ચેરમેન હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસમાં અનિયમિતતાઓ સામે આવ્યા બાદ પ્રમોદ નૌટિયાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

BKTCએ 4 સભ્યોની તપાસ સમિતિની રચના કરી

ગત્ત અઠવાડિયે સોશિયલ મીડિયા પર બદ્રીનથા ધામમાં દાન અને ચઢાવામાં ગડબડ થયાનો આરોપ સામે આવ્યા બાદ બદ્રીનાથ કેદારનાથ મંદિર સિમિતિએ ચાર સભ્યોની સમિતિની રચના કરી છે.

 

ઉત્તરાખંડ દેશના 28 રાજ્યોમાંથી એક છે. તે ઉત્તર પ્રદેશથી અલગ થયા બાદ નવેમ્બર 2000માં અસ્તિત્વમાં આવ્યું હતું. અહી ક્લિક કરો

Published On - 9:41 am, Wed, 8 July 26

Follow Us