Breaking News : બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બનેલો પુલ તૂટી પડ્યો, 1700 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો હતો, જુઓ Video

|

Jun 04, 2023 | 8:52 PM

Aguwani-Sultanganj bridge in Bihar’s Bhagalpur collapses : આ દુર્ઘટના સમયે ઘણા લોકો નજીકથી આ બ્રિજના દ્રશ્યો કેમેરામાં કેદ કરી રહ્યા હતા. આ બ્રિજનો શિલાન્યાસ બિહારના મુખ્યંત્રી નીતીશ કુમારે કર્યું હતું. હાલમાં જ ભાગલપુરના વિધાયકે આ બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા હતા. આ પહેલા એપ્રિલ મહિનામાં આ બ્રિજનો એક ભાગ નદીમાં ધરાશાઈ થયો હતો.

Breaking News : બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બનેલો પુલ તૂટી પડ્યો, 1700 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો હતો, જુઓ Video
Aguwani-Sultanganj bridge in Bihar’s Bhagalpur collapses

Follow us on

Bhagalpur : બિહાર રાજ્યમાંથી એક ચોંકવાનારા સમાચારા સામે આવ્યા છે. બિહારના ભાગલપુર જિલ્લામાં આજે રવિવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભાગલપુરમાં નિર્માણાધીન બ્રિજ ગંગા નદીમાં ધરાશાઈ થયો છે. આ નિર્માણાધીન બ્રિજ ખગડિયાના અગુવાની-સુલ્તાનગંજ વચ્ચે બની રહ્યો હતો. આ બ્રિજનો 200 મીટરનો ભાગ ગંગા નદીમાં પડ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

આ દુર્ઘટના સમયે ઘણા લોકો બ્રિજની નજીકથી આ બ્રિજના દ્રશ્યો કેમેરામાં કેદ કરી રહ્યા હતા. આ બ્રિજનો શિલાન્યાસ બિહારના મુખ્યંત્રી નીતીશ કુમારે (Nitish Kumar) કર્યો હતો. હાલમાં જ ભાગલપુરના વિધાયકે આ બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા હતા. આ પહેલા વર્ષ 2022ના એપ્રિલ મહિનામાં આ બ્રિજનો એક ભાગ નદીમાં ધરાશાઈ થયો હતો.

આજનું રાશિફળ તારીખ : 16-01-2025
ભારતીય સેનામાં કેટલી મહિલાઓ છે?
આ IAS ના ખભા પર છે મહાકુંભ 2025 ની જવાબદારી, જાણો કોણ છે વિજય આનંદ ?
રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો

આ પણ વાંચો : Train Accident : બાલાસોર ટ્રેન દુર્ઘટનાને ‘કોમી રંગ’ આપનારાઓ સામે થશે કડક કાર્યવાહી, ઓડિશા પોલીસે આપી ચેતવણી

1700 કરોડોથી વધુના ખર્ચે બનેલો બ્રિજ ધરાશાઈ

નવેમ્બર-ડિસેમ્બરમાં થવાનું હતું ઉદ્દઘાટન

 


 

આ બ્રિજનું નિર્માણ એસપી સિંગલા કંપની કરી રહી હતી. મુખ્યમંત્રી નીતીશ કુમારે વર્ષ 2014માં આ બ્રિજની આધારશિલા રાખી હતી. વર્ષ 2015માં આ બ્રિજનું નિર્માણ કાર્ય શરુ થયું હતું. મળતી માહિતી અનુસાર આ બ્રિજ પાછળ 1710.77 કરોડનો ખર્ચ થયો હતો.અગુવાની તરફથી બ્રિજનો પાયા નંબર 10,11,12 ઉપરનો પૂરેપૂરો સુપર સ્ટ્રક્ચર ધરાશાઈ થયો છે. જે લગભગ 200 મીટરનો ભાગ હતો. જોકે, બ્રિજનું આ સ્ટ્રક્ચર ધરાશાઈ થવાનું કારણ હમણા સુધી સ્પષ્ટ થયું નથી.

આ પણ વાંચો : પૂજારીઓને દર મહિને મળશે 5000 રૂપિયા, પરશુરામ જયંતિએ રહેશે સરકારી રજા, આ રાજ્યના CMની મોટી જાહેરાત

વર્ષ 2022માં પણ પડયો હતો બ્રિજનો એક ભાગ

27 એપ્રિલ, 2022ના દિવસે પણ આ નિર્માણાધીન બ્રિજનો સુપર સ્ટ્રક્ચર નદી પર પડયો હતો. ઝડપી પવન અને વરસાદને કારણે તે સમયે 100 ફીટ લાંબો ભાગ ધરાશાઈ થયો હતો. તે સમયે પણ કોઈ જાનહાનિ થઈ ન હતી. આજ સુધીમાં બ્રિજનું 80 ટકા કામ પૂર્ણ થયું હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:44 pm, Sun, 4 June 23

Next Article