
બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે આજે ગુરુવારના રોજ માપુસાની સેશન્સ કોર્ટે એ નિર્ણય રદ કર્યો છે. જેમાં નવેમ્બર 2013માં એક જૂનિયર સહયોગી દ્વારા નોંધાયેલા રેપ કેસમાં તહલકા મેગેઝીનના એડિટર-ઈન-ચીફ તરુણ તેજપાલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
જસ્ટિસ ડોક્ટર નીલા ગૌખલે અને જસ્ટિસ અમિત જમસંડેકરની ડિવિઝન બેન્ચે ગોવા સરકારને અપીલ મંજૂર કરતા તેજપાલને દોષિત જાહેર કર્યો છે.હવે તેની સજા પર અલગથી સુનાવણી કરવામાં આવશે.
ચુકાદો સંભળાવવામાં આવ્યો ત્યારે તેજપાલ પણ કોર્ટમાં હાજર હતા, કારણ કે બેન્ચે તેમને કેસ અનામત રાખવામાં આવ્યો ત્યારે હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો. ચુકાદાની વિગતવાર નકલ હજુ ઉપલબ્ધ નથી. હાઈકોર્ટેની બેન્ચે રાજ્યની સીઆઈડી દ્વારા દાખલ કરાયેલી અપીલ પર નિર્ણય સંભળાવ્યો છે. જેની પ્રતિનિધિત્વ સોલિસિટર જનરલ તુષાર મહેતા અને ગોવાના એડવોકેટ જનરલ દેવિદાસ પંગમે કર્યું હતુ.
આ કેસ એક બળાત્કાર સાથે જોડાયેલો છે. જેના હેઠળ એક જૂનિયર મહિલા સહકર્મી દ્વારા ગોવામાં આયોજિત એક પત્રિકાના કાર્યક્રમ દરમિયાન હોટલમાં લિફ્ટમાં તેજપાલ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.
કોર્ટમાં સુનાવણી દરમિયાન એ તર્ક કરવામાં આવ્યું કે, સેશસ કોર્ટના રેકોર્ડ પર રહેલા પુરાવાની તપાસ કરવાના સ્થળે પીડિતાના ઘટના પછીના વ્યવહાર, પ્રતિક્રિયા અને તેના બ્રેકગ્રાઉન્ડનું મલ્યાંકન કરવામાં આવ્યું હતુ. એવી પણ દલીલ કરવામાં આવી હતી કે કોર્ટે તેજપાલ સામે ન્યાયી ટ્રાયલ ચલાવવાને બદલે, વાસ્તવમાં “પીડિતનો કેસ ચલાવ્યો હતો.”
સુનાવણી દરમિયાન, એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, ટ્રાયલ કોર્ટે કંપનીના તત્કાલીન મેનેજિંગ એડિટરને જાતીય સતામણી અંગે ફરિયાદ કર્યા પછી તેજપાલના “માફી માંગતા ઇમેઇલ” જેવા મહત્વપૂર્ણ પુરાવાઓને અવગણ્યા હતા.