Breaking News: ચંદ્ર પર સોફ્ટ લેન્ડિગ બાદ રોવર આવી રીતે આવ્યું બહાર, ISROએ શેર કર્યો VIDEO
ચંદ્ર પર સોફ્ટ લેન્ડિગ બાદ વિક્રમ લેન્ડર અને રોવર આવી રીતે બાહર આવ્યુ હતુ જેની વીડિયો હવે સામે આવ્યો છે
ચંદ્ર પર સોફ્ટ લેન્ડિગ બાદ વિક્રમ લેન્ડરમાંથી રોવર કેવી રીતે બાહર આવ્યુ હતુ જેની વીડિયો હવે સામે આવ્યો છે . ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શુક્રવારે X (અગાઉનું ટ્વિટર) પર ચંદ્રયાન-3ના છ પૈડાવાળા રોબોટિક વાહન પ્રજ્ઞાન વિક્રમ લેન્ડરમાંથી બહાર નીકળવાનો વીડિયો શેર કર્યો હતો.
ભારતે બુધવારે તેના ત્રીજા માનવરહિત ચંદ્ર મિશન ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલે સફળતા પૂર્વક સોફ્ટ-લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો છે, આ સિદ્ધિ હાંસલ કરનાર ચોથો દેસ બન્યો તેમજ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો છે. આ પહેલા ગુરુવારે સ્પેસ એજન્સીએ માહિતી આપી હતી કે ચંદ્રયાન-3નું પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરમાંથી બહાર નીકળી ગયું છે અને ચંદ્રની સપાટી પર છે. ઈસરોએ બાદમાં કહ્યું કે ચંદ્રયાન-3નું રોવર મોબિલિટી ઓપરેશન શરૂ થઈ ગયું છે. સ્પેસ એજન્સીએ કહ્યું કે તમામ ગતિવિધિઓ સમયસર છે અને તમામ સિસ્ટમ સામાન્ય છે.
સોફ્ટ લેન્ડિંગ પહેલા ઈસરોએ કહ્યું હતું કે ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલે ચંદ્રયાન-2 ઓર્બિટર સાથે દ્વિ-માર્ગી સંચાર સ્થાપિત કર્યો છે. “CH-2 ઓર્બિટર ઔપચારિક રીતે CH-3 LMનું સ્વાગત કરે છે,” અવકાશ એજન્સીએ X પર લખ્યું. બંને વચ્ચે દ્વિ-માર્ગીય સંચાર સ્થાપિત થયો છે.