
શ્રીરામ જન્મભૂમિ મંદિરના દાનપેટીમાં ચોરી મામલે આશંકાઓ દિવસે દિવસે આગળ વધી રહી છે. તેમ નવા નવા ચોંકાવનારા તથ્યો પણ સામે આવી રહ્યા છે. તપાસના ત્રીજા દિવસે એસઆઈટીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, તેની તપાસ માત્ર ભંડોળના કથિત ઉચાપત સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર વહીવટી, વ્યવસ્થાપક અને દેખરેખ પ્રણાલીની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન અનેક ખુલાસા સામે આવ્યા છે. જેની અત્યારસુધી સાર્વજનિક રુપથી ચર્ચા થઈ નથી. હવે આ તથ્યોના આધાર પર SIT હવે સમજવાનો પ્રયાસ કરી રહી છે. આ પરિસ્થિતિ કેવી રીતે ઉભી થઈ. ચોંકાવનારા તથ્યો શું છે. તે અત્યારસુધી સામે આવ્યા નથી.
રામ મંદિરની દાનપેટીમાં છેતરપિંડી મામલાની તપાસમાં ટ્રસ્ટના નાંણાકિય ડોક્યુમેન્ટમાં અનેક તથ્યો સામે આવ્યા છે. જેમણે સુરક્ષા વ્યવસ્થા અને આ તપાસથી નાણાકીય દેખરેખ અંગે નવા પ્રશ્નો ઉભા થયા છે. ડોક્યુમેન્ટ દર્શાવે છે કે 11 મહિનામાં મંદિર સંકુલમાં સુરક્ષા પાછળ આશરે 10 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, પરંતુ આ જ સમયગાળા દરમિયાન, દાન પેટીઓમાંથી ચોરી અને દાનના દુરુપયોગની ઘટનાઓ નોંધાઈ હતી.
મંદિર પરિસરમાં અત્યાધુનિક સીસીટીવી કેમેરા અને ખાનગી સુરક્ષા કર્મચારીઓની તૈનાતી હોવા છતાં, દાનપેટીઓમાંથી પૈસા અને દાગીનાની કથિત ચોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા બાદ હવે સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
ટ્રસ્ટના રિપોર્ટ અનુસાર 11 મહિના દરમિયાન ટ્રસ્ટને અલગ અલગ માધ્યોમોથી અંદાજે 83 કરોડનું દાન મળ્યું છે. જેમાં પેટીમાંથી 5.5 કરોડ, કાઉન્ટમાંથી 18 કરોડ, ઓનલાઈન 8 કરોડ, વિદેશી શ્રદ્ધાળુઓએ 78 લાખનું દાન કર્યું છે. તેમજ અન્ય સ્ત્રોતથી 1.22 લાખનું દાન મળ્યું છે.
રામ મંદિરનું નિર્માણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે. 5 ઓગસ્ટ, 2020 ના રોજ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યા ખાતે ભૂમિ પૂજન વિધિ કરવામાં આવી હતી અને મંદિરનું નિર્માણકાર્ય શરૂ થયું હતું. શ્રી રામ, જેને શ્રી હરિ વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે, તે એક વ્યાપકપણે પૂજાતા હિંદુ રાજા છે. પ્રાચીન ભારતીય મહાકાવ્ય, રામાયણ અનુસાર, રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. જેને રામજન્મભૂમિ પણ કહેવામાં આવે છે. જે સરયુ નદીના કિનારે આવેલું છે.