Breaking News: રેલવે કર્મચારીઓ માટે દિવાળી ભેટ- મોદી કેબિનેટ આજે 78 દિવસના બોનસ પર લગાવી મહોર

દિવાળી અને દશેરાના તહેવારો પહેલાં કેન્દ્ર સરકાર દેશના લાખો રેલવે કર્મચારીઓને મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળનારી કેબિનેટ બેઠકમાં નોન-ગેઝેટેડ કર્મચારીઓ માટે 78 દિવસના પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસને મંજૂરી મળી શકે છે.

Breaking News: રેલવે કર્મચારીઓ માટે દિવાળી ભેટ- મોદી કેબિનેટ આજે 78 દિવસના બોનસ પર લગાવી મહોર
| Updated on: Oct 14, 2026 | 5:06 PM

દેશભરના લાખો રેલવે કર્મચારીઓ માટે તહેવારોની સિઝનમાં આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે, 14 ઓક્ટોબર 2026 ના રોજ કેન્દ્રીય કેબિનેટની એક મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં રેલવે કર્મચારીઓના વાર્ષિક પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (PLB) ના પ્રસ્તાવ પર અંતિમ મહોર લાગી શકે છે. જો કેબિનેટ આ દરખાસ્તને મંજૂરી આપશે, તો દશેરા અને દિવાળી પહેલાં જ કર્મચારીઓના બેંક ખાતામાં બોનસની રકમ જમા કરી દેવામાં આવશે.

કેટલું મળશે બોનસ અને શું છે ફોર્મ્યુલા?

રેલવેના નિયમો અનુસાર, દર વર્ષે પાત્ર નોન-ગેઝેટેડ કર્મચારીઓને 78 દિવસના પગાર જેટલું પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ આપવામાં આવે છે.

  • મહત્તમ બોનસ રકમ: વર્તમાન સરકારી ગણતરી મુજબ, કર્મચારીઓને મહત્તમ ₹17,951 નું બોનસ મળવાની શક્યતા છે.
  • ₹7,000 ની પગાર મર્યાદા: આ બોનસની ગણતરી માટે મહત્તમ ₹7,000 પ્રતિ માસના લઘુતમ વેતનને આધાર માનવામાં આવે છે. નોંધનીય છે કે આ વેતન મર્યાદા નાણાકીય વર્ષ 2014-15 પછીથી બદલવામાં આવી નથી.
  • કોને મળશે સીધો લાભ: આ બોનસનો લાભ મુખ્યત્વે રેલવેના ગ્રૂપ ‘C’ અને નોન-ગેઝેટેડ સ્ટાફને મળે છે. જેમાં ટ્રેક મેન્ટેનર, લોકો પાયલટ, સ્ટેશન માસ્તર, ટ્રેન મેનેજર (ગાર્ડ), ટેકનિશિયન અને ઓફિસમાં કામ કરતા મિનિસ્ટ્રીયલ સ્ટાફનો સમાવેશ થાય છે.

કર્મચારી સંગઠનોની માંગણી

રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન (IRTSA) અને અન્ય અગ્રણી રેલવે યુનિયનોની દલીલ છે કે 7મા પગાર પંચ પછી લઘુતમ વેતન અને મોંઘવારી બંનેમાં મોટો વધારો થયો છે. યુનિયનોની માંગ છે કે બોનસ ગણતરીની બેઝ લિમિટ ₹7,000 થી વધારીને ઓછામાં ઓછી ₹18,000 વત્તા મોંઘવારી ભથ્થું (DA) કરવામાં આવે. જો સરકાર આ માંગણી સ્વીકારે તો બોનસની લઘુતમ રકમ વધીને ₹46,184 સુધી પહોંચી શકે છે. જોકે, આજના તબક્કે નિયમો કે પગાર માળખામાં ફેરફાર થવાની શક્યતા ઓછી હોવાથી જૂના દર મુજબ જ બોનસ મળવાના એંધાણ છે.

₹41,149 વાળા વાયરલ લેટર પર રેલવે બોર્ડની સ્પષ્ટતા

દરમિયાન, સોશિયલ મીડિયા પર એક પત્ર ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો, જેમાં નાણાકીય વર્ષ 2025-26 માટે ₹41,149 નું બોનસ મંજૂર થઈ ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. રેલવે બોર્ડે આ પત્રને સંપૂર્ણપણે નકલી અને બનાવટી ગણાવ્યો છે. બોર્ડે તમામ કર્મચારીઓને અપીલ કરી છે કે તેઓ આવી અફવાઓ પર વિશ્વાસ ન કરે અને માત્ર રેલવે મંત્રાલયની સત્તાવાર જાહેરાતની જ રાહ જુએ.

ગત વર્ષનો આંકડો

ગત વર્ષે પણ કેન્દ્ર સરકારે તહેવારો ટાણે આશરે 10.91 લાખ રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના બોનસને મંજૂરી આપી હતી, જેનાથી સરકારી તિજોરી પર આશરે ₹1,865.68 કરોડનો નાણાકીય બોજ આવ્યો હતો. આજે કેબિનેટ બેઠક બાદ આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

Business Ideas: ₹5 લાખથી ઓછા બજેટમાં શરૂ કરો આ 5 સુપરહિટ બિઝનેસ- દર મહિને થશે લાખોની કમાણી, જાણો તમામ વિગતો !

Published On - 4:14 pm, Wed, 14 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.