AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પીએમ મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું

પીએમ મોદી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત  કર્યું. આ ઉદ્ઘાટન સમારોહ પૂર્વે પીએમ મોદીએ કહ્યું હતું કે નવું સંસદ ભવન દરેક ભારતીય માટે ગર્વની બાબત છે. તેણે નવા કેમ્પસનો વીડિયો પણ શેર કર્યો.

Breaking News : પીએમ મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું
PM Modi New Parliament Building
| Updated on: May 28, 2023 | 8:33 AM
Share

Delhi : પીએમ મોદી(PM Modi)  નવા સંસદ ભવનનું(New Parliament Building)  ઉદ્ઘાટન કર્યું. આ પૂર્વે  પીએમ મોદીએ લોકસભામાં સ્પીકરની જમણી બાજુ સેંગોલ સ્થાપિત કર્યું હતું.  આ દરમિયાન પીએમ મોદી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા.નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહની શરૂઆત થઈ છે . જેમાં પીએમ મોદીએ નવા સંસદ ભવનના પૂજા- વિધી કરી હતી .  તેમની સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ સામેલ થયા હતા. નવા સંસદ ભવન પહોંચ્યા બાદ પીએમ મોદીએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા પીએમ મોદીનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. ઉદ્ઘાટન સમારોહની શરૂઆત પૂજા-હવનથી થઈ હતી.

પીએમ મોદી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત  કર્યું .કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપવાની જાહેરાત કરી છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે દેશના વડા હોવાના કારણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ. =

નવી સંસદમાં તમિલનાડુનો ઐતિહાસિક રાજદંડ (સેંગોલ) લોકસભાના અધ્યક્ષની બેઠક પાસે સ્થાપિત કરવામાં આવશે અને તે ચાંદી અને સોનાનો બનેલો છે. સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે ઓગસ્ટ 1947માં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આપવામાં આવેલો આ રાજદંડ અલ્હાબાદ મ્યુઝિયમની નેહરુ ગેલેરીમાં રાખવામાં આવ્યો હતો. નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે સરકાર 75 રૂપિયાનો સ્મારક સિક્કો પણ બહાર પાડશે.

ત્રિકોણાકાર આકારના ચાર માળના સંસદ ભવનનો બિલ્ટ-અપ એરિયા 64,500 ચોરસ મીટર છે. નવી સંસદમાં લોકસભામાં 888 અને રાજ્યસભામાં 384 સભ્યો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સંયુક્ત સત્ર માટે લોકસભા સભાખંડમાં 1,272 સભ્યો બેસી શકે છે. સંસદની હાલની ઇમારત 96 વર્ષ જૂની છે. જેનું બાંધકામ 1927માં પૂર્ણ થયું હતું. ઉદ્ઘાટન પહેલા લુંટીયન્સ દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

પોલીસે પહેલેથી જ એક ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હી જિલ્લાને આ સમયગાળા માટે કન્ટેનમેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. નવી સંસદ ભવન ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારમાં સ્થિત છે. પોલીસે કહ્યું કે વધારાના સુરક્ષા કર્મચારીઓની તૈનાતી ઉપરાંત સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">