Breaking News : મુંબઈમાં ગંભીર અકસ્માત BMW કાર પુલ પરથી નીચે પડતા 3ના મોત, મૃતક વિદ્યાર્થીઓ મૂળ અમદાવાદના

મુંબઈમાં એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે. રવિવારની વહેલી સવારે અંદાજે 5:20 કલાકે એક એવી ઘટના બની છે. જેની સાંભળી સૌ કોઈ હચમચી ગયા.ઓવરસ્પીડ BMW કાર પુલ પરથી નીચે પડતા 2 લોકોના મૃત્યું થયા છે. જ્યારે એકની હાલત ગંભીર છે.મૃતક વિદ્યાર્થીઓ મૂળ અમદાવાદના હોવાનું સામે આવ્યું છે.

Breaking News : મુંબઈમાં ગંભીર અકસ્માત BMW કાર પુલ પરથી નીચે પડતા 3ના મોત, મૃતક વિદ્યાર્થીઓ મૂળ અમદાવાદના
| Updated on: Sep 20, 2026 | 11:48 AM

Mumbai BMW accident : મુંબઈ કોસ્ટલ રોડ પર અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત થયા છે. ઓવરસ્પીડ BMW કારને અકસ્માત નડ્યો છે.બ્રિજ પરથી BMW કાર નીચે પડતા સમગ્ર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે.મરીન ડ્રાઈવથી હાજી અલી જતી કારનો અકસ્માત નડ્યો હતો. ત્રણ યુવકોના સારવાર દરમ્યાન મોત, એક યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે.ઘાયલ યુવક નાયર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃતક વિદ્યાર્થીઓ મૂળ અમદાવાદના વતની હોવાનો ખુલાસો થયો છે.અમદાવાદના વિદ્યાર્થીઓ મુંબઇ (Mumbai)માં અભ્યાસ કરતા હતા.

કોસ્ટલ રોડ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે 5:20 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, BMW કાર કોસ્ટલ રોડ પર મુસાફરી કરી રહી હતી. ત્યારે ઓવરસ્પીડમાં બેકાબુ બની અને પુલ પરથી પડી ગઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.હવે તમે કલ્પના કરી શકો છો કે સ્પીડ એટલી વધારે હતી કે કાર ફ્લાયઓવરની દિવાલ તોડીને 100 ફૂટથી વધુ દૂર પડી ગઈ.

3 લોકોના મોત

નાયર હોસ્પિટલના સીએમઓ પાસેથી મળતી જાણકારી અનુસાર અકસ્માતમાં જીવ ગુમાનાર 21 વર્ષીય શાનય ગજ્જલ સામેલ છે. તેને હોસ્પિટલ લઈ જવામાં આવતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. 17 વર્ષીય ધીર્યા સેઠની પણ હાલત ગંભીર હતી.સારવાર પહેલા તેનું મૃત્યું થયું છે.

 

 

 

BMWની સ્પીડ અને અકસ્માતની તપાસ શરુ

અકસ્માત બાદ પોલીસ દુર્ઘટના સ્થળે પહોચી કારણોની તપાસ કરી રહી છે. હાલમાં સ્પષ્ટ નથી કે, કાર ક્યાકારણોસર નીચે બ્રિજ પરથી નીચે પડી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે, અકસ્માત સમયે BMW કારની સ્પીડ કેટલી હતી.પોસ્ટમોર્ટમ રિપોટ બાદ ખ્યાલ આવશે કે યુવકોએ નશો કર્યો હતો કેમ.

મહારાષ્ટ્ર દેશના 28 રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર મુંબઈ છે. મહારાષ્ટ્ર રાજ્યની વસ્તી 11 કરોડથી વધુ છે. અહી ક્લિક કરો

 

Published On - 11:29 am, Sun, 20 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.