Breaking News : મુંબઈમાં વરસાદની એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી સાથે યેલો અલર્ટ જાહેર જુઓ Video

મુંબઈમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે.દાદર, બાન્દ્રા, મલાડ, કાંદિવલી, બોરીવલી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આ સાથે આજથી 3 દિવસ અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે.

Breaking News : મુંબઈમાં વરસાદની એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી સાથે યેલો અલર્ટ જાહેર જુઓ Video
Image Credit source: AI
| Updated on: Jun 22, 2026 | 11:16 AM

મુંબઈમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. વરસાદને લઈ IMDએ શહેરમાં યેલો અલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ સહિતના શહેરોમાં વરસાદ વરસ્યો છે.દાદર, બાન્દ્રા, મલાડ, કાંદિવલી, બોરીવલી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. કેટલાક સ્થળે ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પાણી ભરાયાં છે. હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈમાં ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે.

30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે

40કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આજે મુંબઈના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા, વીજળીના કડાકા અને હળવોથી ભારે વરસાદ થવાની શક્યતા છે, સાથે જ 30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.ચોમાસાનો વરસાદ ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવ્યો છે. મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ખરીફ પાકની વાવણી શરૂ થઈ શકે છે. હવામાન વિભાગે અહેવાલ આપ્યો છે કે આગામી થોડા દિવસોમાં વરસાદની મજબુત શરુઆત થશે.

મુંબઈ મહાનગરપાલિકાએ અલર્ટ જાહેર કર્યું છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા માટે પાણી દુર કરવા માટે પંપિગ મશીન ચેક કરવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે મુંબઈમાં આજે યેલો અલર્ટ જાહેર કર્યું છે. જેનો અર્થ એ થયો કે, હવામાન ખરાબ થઈ શકે છે પરંતુ વધારે ખતરો નથી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ મહિનાની શરૂઆતમાં ચોમાસુ દક્ષિણ કોંકણ પહોંચી ગયું હતું, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે સોલાપુર નજીક અટકી ગયું હતુ. મહારાષ્ટ્રમાં ચોમાસું ફરી એક વખત એક્ટિવ થયું છે પરંતુ સ્પીડ ધીમી છે. તમને જણાવી દઈએ કે, મુંબઈમાં દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ થાય છે પરંતુ આ વખતે વરસાદે અત્યારસુધી સારી શરુઆત પકડી નથી.

અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા

આજથી 3 દિવસ અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે. 22થી 24 જૂન દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે.એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભેજવાળા પવન ફૂંકાશે. સાઇક્લોનિક સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ છે.વાદળિયા વાતાવરણ સાથે ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની સંભાવના છે. તાપમાનનો પારો 38થી 40 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે.

 

ભારતમાં મુખ્ય ત્રણ ઋતુ હોય છે. તેમાંથી એક ઋતુ ચોમાસુ છે. ચોમાસાને વરસાદની ઋતુ ગણવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us