Breaking News : દમણના અટીયાવાડની થર્મોકોલ અને યાર્ન બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, 2 કામદારો ઈજાગ્રસ્ત
દમણના અટીયાવાડની રાવલવસિયાની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. દમણની થર્મોકોલ અને યાર્ન બનાવતી કંપનીમાં રાત્રી દરમિયાન કંપનીના ગ્રાઉન્ડ પર આવેલી ઇલેક્ટ્રિક પેનલમાં આગ લાગી હતી. જેમાં 2 કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
સંઘ પ્રદેશ દમણમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દમણના અટીયાવાડની રાવલવસિયાની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. દમણની થર્મોકોલ અને યાર્ન બનાવતી કંપનીમાં રાત્રી દરમિયાન કંપનીના ગ્રાઉન્ડ પર આવેલી ઇલેક્ટ્રિક પેનલમાં આગ લાગી હતી. આ આગ જોત જોતામાં વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ. જેનાથી કામદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો : Daman: PM મોદીએ દમણમાં યોજ્યો 16 કિમી લાંબો રોડ શો, પ્રશંસકોએ વડાપ્રધાનને આપ્યો ઉષ્માભેર આવકાર, જુઓ Video
This company makes yarn, & yarn has high flammability. It will take time to control the fire. We will control this within 1-2 hours: A K Wala, Assistant Director Fire & Emergency Services, Dadra & Nagar Haveli, Daman & Diu#TV9News pic.twitter.com/MywgEkP0Dl
— Tv9 Gujarati (@tv9gujarati) May 1, 2023
આગમાં 2 કામદારો ઈજાગ્રસ્ત
કંપનીના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગતા ઉપરના માળ પર કામ કરતા 5 કામદારો પોતાનો જીવ બચાવવા માટે ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો. જેમાં 2 કામદારોને ગંભીર ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતા તાત્કાલીક સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા 8 જેટલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
સુરતના પાંડેસરા જીઆઇડીસીની એક કંપનીમાં લાગી હતી આગ
આ અગાઉ સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ પ્રતિક મીલમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા જ મીલમાં કામ કરતા કામદારો બહાર આવી ગયા હતા અને સાથે મોટી ટોળું પણ એકઠું થઈ ગયું હતું. કારણકે આગ એટલી વિકરાળ હતી કે આગના કાળા ગોટેગોટા ઉપર ઉડતા નજરે જોવા મળ્યા હતા. સાથે ત્યાં પાંડેસરા પોલીસનો કાફલો પણ પહોંચી લોકોને મીલથી દુર કર્યા હતા. જોકે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્રણ કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગ આગ ઉપર કાબુ કરી શક્યુ હતુ. સદ્દનસીબે આ આગમાં જાનહની થવા પામી ન હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…