Breaking News : લશ્કર-એ-તૈયબાના આતંકવાદી શબ્બીરની ધરપકડ, ISIના ઈશારે ઘડી રહ્યો હતો કાવતરું

દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના આંતકવાદીની ધરપકડ કરી છે. આતંકવાદીની ઓળખ શબીર અહમદ લોનના રુપમાં થઈ છે.

Breaking News : લશ્કર-એ-તૈયબાના આતંકવાદી શબ્બીરની ધરપકડ, ISIના ઈશારે ઘડી રહ્યો હતો કાવતરું
| Updated on: Mar 30, 2026 | 11:21 AM

દિલ્હી પોલિસની સ્પેશિયલ ટીમે પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના આંતકવાદીની ધરપકડ કરી છે. આતંકીની ઓળખ શબીર અહમદ લોનના રુપમાં થઈ છે. આરોપી હાલમાં મેટ્રો પોસ્ટર કેસમાં પકડાયેલા લશ્કર-એ-તૈયબા મોડ્યુલનું હેન્ડલર હતો. તપાસમાં સામે આવ્યું કે, તે બાંગ્લાદેશમાં બેસી ભારત વિરોધી ગતિવિધિયોને અંજામ આપી રહ્યો હતો. આ સંપુર્ણ નેટવર્ક પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈના ઈશારા પર સંચાલિત થઈ રહ્યું હતુ.

પાકિસ્તાનની ખુફિયા એજન્સી ISI સાથે ફંડિંગ

તપાસ એજન્સીઓના મુજબ શબ્બીર અહમદ લોનનો સંબંધ આંતકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે હતો. તે લશ્કરના સરગના હાફિઝ સઈદ અને જકી-ઉર-રહમાન લખવી જેવા આંતકિયાના સંપર્કમાં રહ્યો છે. આ મોડ્યુલને પાકિસ્તાનની ખુફિયા એજન્સી ISI સાથે ફંડિંગ અને સમર્થન મળી રહ્યું હતુ. લોન બાંગ્લાદેશ થી ઓપરેટ કરતા, લોન ભારતમાં આતંકવાદીઓની ભરતી કરતો અને તેમનું બ્રેનવોશ કરતો હતો. ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને નિશાને બનાવી તેને કટ્ટરપંથી બનાવવામાં આવતા હતા.

લાલકિલ્લા જેવા સંવેદનશીલ વિસ્તારોને નિશાને બનાવવાનો પ્લાન

સાથે તે નકલી ડોક્યુમેન્ટ (જેમ કે આધરકાર્ડ)બનાવી તેને ભારતમાં છુપાવવામાં આવતા હતા.. એન્ક્રિપ્ટેડ એપ્સ દ્વારા સંપર્ક રાખતો હતો. દિલ્હી અને અન્ય શહેરોમાં પણ આંટાફેરા કરતો હતો. શબીર અહમદ લોનને 2007માં દિલ્હી પોલીસે હથિયારો સાથે ધરપકડ કરી હતી. તેને આમર્સ એકટ હેઠળ સજા પણ સંભળાવવામાં આવી હતી. ત્યાર બાદ તે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. દેશ છોડી બાંગ્લાદેશ ચાલ્યો ગયો હતો. ત્યારબાદ ત્યાં તેણે ફરીથી પોતાનું આતંકવાદી નેટવર્ક શરુ કર્યું હતુ. તપાસ એજન્સીનું માનવું છે કે, આ મોડ્યુલ ભારતમાં મોટા આંતકી હુમલાની તૈયારી કરી રહ્યું હતુ. લાલકિલ્લા જેવા સંવેદનશીલ વિસ્તારોને નિશાને બનાવવાનો પ્લાન હતો.

ધરપકડ કરાયેલા આતંકવાદીની પ્રોફાઇલ

શબીર અહેમદ લોનને 2007માં સ્પેશિયલ સેલ દ્વારા મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો (એક AK-47 અને ગ્રેનેડ સહિત) સાથે ધરપકડ કરવામાં આવી હતી. તે 2018 સુધી તિહાર જેલમાં રહ્યો. 2007માં તેની ધરપકડ સમયે, શબીરનો જમાત-ઉદ-દાવા (JuD)ના મુખ્ય આતંકવાદી હાફિઝ સઈદ અને તેના ડેપ્યુટી ઝકી-ઉર-રહેમાન લખવી સાથે સીધો સંબંધ હતો. શબીરે પાકિસ્તાન સ્થિત LeT કેમ્પમાંથી દૌરા-એ-આમ (બેસિક ટ્રેનિંગ) અને દૌરા-એ-ખાસ (એડવાન્સ ટ્રેનિંગ) મેળવી હતી.

દાઉદ ઈબ્રાહિમ પરિવાર : 2 પત્નીઓ 6 ભાઈઓ, 4 બહેનો, 3 બાળકો, જાણો ડોન દાઉદ ઈબ્રાહિમના પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

 

Published On - 10:58 am, Mon, 30 March 26

Follow Us