Breaking News : ગલવાન ચારબાગ વિસ્તારમાં સેનાના વાહન પર ભૂસ્ખલન, 2 અધિકારીઓ શહીદ અને 3 ગંભીર રીતે ઘાયલ

લદ્દાખની ગલવાન ખીણમાં લશ્કરી વાહન પર ભૂસ્ખલનમાં એક મોટો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બે સૈન્ય અધિકારીઓ શહીદ થયા છે અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને એરલિફ્ટ કરીને લેહની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત દુરબુકથી ચોંગતાશ જઈ રહેલા લશ્કરી વાહન સાથે થયો હતો.

Breaking News : ગલવાન ચારબાગ વિસ્તારમાં સેનાના વાહન પર ભૂસ્ખલન, 2 અધિકારીઓ શહીદ અને 3 ગંભીર રીતે ઘાયલ
| Edited By: | Updated on: Jul 30, 2025 | 4:56 PM

લદ્દાખના ગલવાનના ચારબાગ વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો છે. સેનાના વાહન પર થયેલા ભૂસ્ખલન દરમિયાન એક વિશાળ પથ્થર પડ્યો હતો. તેનાથી સૈન્ય વાહનને ભારે નુકસાન થયું હતું. વાહનમાં સવાર બે અધિકારીઓ શહીદ થયા હતા અને ત્રણ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. ઘાયલોમાં 2 મેજર અને 1 કેપ્ટનનો સમાવેશ થાય છે. સૈનિકોનો કાફલો દુરબુકથી ચોંગતાશ તાલીમ યાત્રા પર હતો.

આ અકસ્માત આજે બુધવારે સવારે 11:30 વાગ્યાની આસપાસ થયો હતો. જ્યારે દુરબુકથી ચોંગતાશ જઈ રહેલ એક લશ્કરી વાહન ભૂસ્ખલનમાં ફસાઈ ગયું હતું. આમાં14 સિંધ હોર્સના લેફ્ટનન્ટ કર્નલ માનકોટિયા અને દલજીત સિંહ શહીદ થયા હતા. જ્યારે મેજર મયંક શુભમ (14 સિંધ હોર્સ), મેજર અમિત દીક્ષિત અને કેપ્ટન ગૌરવ (60 આર્મ્ડ) ઘાયલ થયા છે.

 

અકસ્માત અંગે સેનાનું નિવેદન

ઘાયલ સૈનિકોને 153 GH, લેહ લઈ જવામાં આવ્યા છે. આ અકસ્માત અંગે, ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે માહિતી આપી છે કે 30 જુલાઈના રોજ સવારે લગભગ 11.30 વાગ્યે લદ્દાખમાં લશ્કરી કાફલાના વાહન પર ખડક પરથી પથ્થર પડ્યો હતો. બચાવ કામગીરી ચાલુ છે.

મે મહિનામાં રામબનમાં થયો હતો અકસ્માત

તાજેતરના મહિનાઓમાં લશ્કરી વાહન સાથે આ એક મોટો અકસ્માત છે. આ વર્ષે મે મહિનામાં જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં લશ્કરનું વાહન અકસ્માતનો ભોગ બન્યું હતું. આ અકસ્માત જિલ્લાના બેટરી ચશ્મા નજીક થયો હતો, જ્યાં લશ્કરનો ટ્રક 200-300 મીટર ઊંડી ખાઈમાં પડી ગયો હતો. આ અકસ્માતમાં ૩ સૈનિકો શહીદ થયા હતા. આ લશ્કરી ટ્રક જમ્મુથી શ્રીનગર જઈ રહી હતી.

આ કારણે લશ્કરી વાહન અકસ્માતનો ભોગ બન્યું

આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ-44 પર સવારે 11-30 વાગ્યે થયો હતો. લશ્કરી ટ્રક શ્રીનગર જઈ રહેલા કાફલાનો ભાગ હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે આખી ટ્રક ચપટ થઈને લોખંડના સળીયા-પતારામાં ફેરવાઈ ગઈ. તપાસમાં બહાર આવ્યું છે કે વાહનનું સંતુલન ગુમાવવાને કારણે આ ભયંકર અકસ્માત થયો હતો.

ભારતમાં સૈન્યની ત્રણ પાંખ છે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ. સૈન્યની આ ત્રણેય પાંખની કામગીરી પણ અલગ અલગ છે.  અહી ક્લિક કરો

 

Published On - 4:41 pm, Wed, 30 July 25