Breaking News : તેજ પ્રતાપ યાદવને 14 દિવસની જેલ, મોડી રાત્રે કોર્ટમાં હાજર થયા બાદ કાર્યવાહી

જનશક્તિ જનતા દળ પ્રમુખ તેજ પ્રતાપ યાદવને 13 દિવસ જેલમાં મોકલવામાં આવ્યા છે. પટનામાં NEET પેપર લીક વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

Breaking News : તેજ પ્રતાપ યાદવને  14 દિવસની જેલ, મોડી રાત્રે કોર્ટમાં હાજર થયા બાદ કાર્યવાહી
| Updated on: Jul 26, 2026 | 11:16 AM

જનશક્તિ જનતા દળના પ્રમુખ તેજ પ્રતાપ યાદવને મોડી રાત્રે કોર્ટમાં રજુ કર્યા બાદ 14 દિવસ માટે જેલ મોકલવામાં આવ્યા છે. તે પેપર લીક વિરુદ્ધ શનિવારના રોજ બિહાર બંધ દરમિયાન પટનામાં પ્રદર્શનકારીઓની સાથે વિરોધમાં સામેલ થયા હતા.
પટનાના રામ ગુલામ ચોક ખાતે ધરણા દરમિયાન પ્રદર્શનકારીઓ સાથે જોડાયા બાદ યાદવની અટકાયત કરવામાં આવી હતી.જ્યારે તેમને પોલીસની ગાડીમાં લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારે ધરપકડમાં તેજ પ્રતાપે કહ્યું, અમે વિદ્યાર્થીઓના ખંભા સાથે ખંભો મિલાવીને ઉભા છીએ. જો જરુર પડશે. તો હું વિદ્યાર્થીના અધિકારો માટે જીવ આપવા પણ તૈયાર છું.

બિહારના પૂર્વ મંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવનો મોટો દીકરો પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈ પોતાનું સમર્થન આપ્યું છે.

 

 

પટનમાં થઈ હતી પથ્થરબાજી

અધિકારીઓએ જણાવ્યું હતુ કે, શનિવારના રોજ બિહારના અનેક જિલ્લામાં વામપંથી વિદ્યાર્થી સંગઠનના સભ્યોએ નીટ પેપર લીક અને પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર પોલીસની કાર્યવાહીના વિરોધમાં રાજ્યવ્યાપી બંધના સમર્થનમાં પ્રદર્શન કર્યું હતુ. જ્યારે નાલંદા,નવાદા, જહાનાબાદ અને રોહતાસમાં આની અસર ઓછી જોવા મળી હતી.

દીપકેને બિહાર આવવાની અપીલ કરી

પૂર્વ મંત્રી તેજપ્રતાપ યાદવે કોકરોચ જનતા પાર્ટીના નેતા અભિજીત દિપકેને અપીલ કરી હતી. કે, તે બિહાર આવે અને સમ્રાટ ચૌધરીની ભાજપની સરકારને ભાંગવામાં મદદ કરે. તેજપ્રતાપ યાદવના પિતા લાલુ પ્રસાદની પાર્ટી આરજેડી માંથી કાંઢી નાંખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે પોતાની નવી પાર્ટી જનશક્તિ જનતા દળ બનાવી છે. તેમણે આ અપીલ સોશિયલ મીડિયા પર કરી હતી. આ અપીલ એ દિવસે સામે આવી છે. જ્યારે સીજેપીએ નીટ પેપર લીક મામલે પોતાના દિલ્હી પ્રદર્શન પૂર્ણ કર્યું હતુ.

 

9 ભાઈ બહેનના પરિવારમાં સૌથી નાના છે તેજસ્વી યાદવ IPLનો રહી ચૂક્યા છે ભાગ, માતા-પિતા બહેન -ભાઈ, જીજાજી છે રાજકારણમાં અહી ક્લિક કરો

Follow Us