
ISRO એ જણાવ્યું કે EOS-05 ને પ્રક્ષેપણ બાદ લગભગ 18 મિનિટમાં નિર્ધારિત સબ-જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં (Sub-GTO) સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યો. ISROના અધ્યક્ષ વી. નારાયણને કહ્યું, “મને જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે GSLV-F17 રોકેટે ‘Advanced Earth Observation Satellite-05’ એટલે કે જિયો-ઇમેજિંગ સેટેલાઇટને સફળતાપૂર્વક અને ચોકસાઈપૂર્વક તેની નિર્ધારિત ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવ્યુ છે.”
તેમણે કહ્યું કે એકવાર EOS-05 ઓર્બિટમાં કાર્યરત થઈ જશે, ત્યારબાદ તે જિયો-ઓર્બિટમાંથી ભારતનો પ્રથમ સમર્પિત ઇમેજિંગ સેટેલાઇટ બનશે અને દેશને મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ડેટા ઉપલબ્ધ કરાવશે. આ સેટેલાઇટને મિશન સાથે સંકળાયેલા એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે ‘આકાશમાં આંખ’ (Eye in the Sky) ગણાવ્યો છે. તે રિયલ ટાઇમ તસવીરો પૂરી પાડશે અને ખેતી, આપત્તિ વ્યવસ્થાપન સહિતના અનેક ક્ષેત્રોમાં દેશ માટે ઉપયોગી સાબિત થશે.
બુધવારે (02 સપ્ટેમ્બર) રાત્રે 11:30 વાગ્યે શરૂ થયેલા 27 કલાકના સરળ કાઉન્ટડાઉન પછી 2367 કિલોગ્રામ પેલોડ વહન કરતું રોકેટ સવારે 02:55 વાગ્યે સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેના બીજા લોન્ચ પેડ પરથી ઉપડ્યું. વરસાદ અને મોડી રાત્રિના સમય છતાં લોકોનો ઉત્સાહ ઓછો થયો નહોતો અને ઘણા લોકો આ ઐતિહાસિક લોન્ચના સાક્ષી બનવા માટે ત્યાં પહોંચ્યા હતા.
#WATCH | Sriharikota, Andhra Pradesh: ISRO successfully launches the GSLV-F17/EOS-05 mission from the Second Launch Pad at Satish Dhawan Space Centre.
(Source: ISRO) pic.twitter.com/4Dc9ahTHpu
— ANI (@ANI) September 3, 2026
જ્યાં મોટાભાગના અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ્સ લો અર્થ ઓર્બિટમાંથી (LEO) કામ કરે છે, ત્યાં EOS-05 પૃથ્વીથી આશરે 36,000 કિલોમીટરની ઊંચાઈ પર જિયોસિંક્રોનસ ઓર્બિટમાં રહેશે. આ ઊંચાઈએ સેટેલાઇટ પૃથ્વીની પરિભ્રમણ ગતિ સાથે તાલમેલ જાળવી શકશે. GSLV-F17 ભારતના જિયોસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલની 19 મી ઉડાન છે.
3 તબક્કા, 51.7 મીટર ઊંચા રોકેટનો ત્રીજો તબક્કો ક્રાયોજેનિક છે. તેનું લિફ્ટ ઓફ માસ 420.5 ટન છે અને 2000 કિલોગ્રામથી વધુ વજન ધરાવતો સેટેલાઇટ રોકેટના નોઝ કોન પર માઉન્ટ થયેલ છે. GSLV-F17/EOS-05 મિશન 2021 ના નિષ્ફળ GSLV-F-10/EOS-03 મિશનને બદલશે તેવી અપેક્ષા છે. ઓનબોર્ડ કમ્પ્યુટરે ઉડાન ભર્યાના 307 સેકન્ડમાં તે મિશનને રદ કર્યું. ISRO અનુસાર, ફ્લાઇટ પછીના ડેટા વિશ્લેષણમાં જાણવા મળ્યું કે ક્રાયોજેનિક ઉપલા તબક્કામાં ખામી મિશન નિષ્ફળતાનું કારણ હતું.
#WATCH | Sriharikota, Andhra Pradesh: ISRO Chief V Narayanan says, “I am very happy to announce that the GSLV-F17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the geo-imaging star satellite, in the intended and required orbit…… pic.twitter.com/bW6mHJ3wzL
— ANI (@ANI) September 3, 2026
આજે (4 સપ્ટેમ્બર) સવારે લોન્ચિંગ લગભગ 8 મહિનાના અંતરાલ પછી થયું છે. આ વર્ષની 12 મી જાન્યુઆરીએ, ISRO ના PSLV-C62 રોકેટમાં 16 સેટેલાઇટ હતા, પરંતુ લોન્ચના મહત્વપૂર્ણ ત્રીજા તબક્કામાં ખામીને કારણે તેમને તેમની ઇચ્છિત ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યા ન હતા. આ વર્ષે ISRO નું આ એકમાત્ર લોન્ચિંગ હતું અને તે અસફળ રહ્યું હતું.
મે 2025 માં અગાઉનો પ્રયાસ (PSLV-C61-EOS-09) પણ મોટર પ્રેશર સમસ્યા અને મોટર કેસમાં ચેમ્બર પ્રેશરમાં ઘટાડો થવાને કારણે નિષ્ફળ ગયો હતો. થોડા દિવસો પહેલા, ISRO ના અધ્યક્ષ વી. નારાયણન તિરુમાલા તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લીધી હતી અને મિશનની સફળતા માટે પ્રાર્થના કરી હતી.
Mission Success!
GSLV-F17 has successfully accomplished its mission, placing EOS-05 into the intended orbit.
Sharing a few memorable moments from the lift-off.
For more information:https://t.co/VneB2jgZoY#GSLVF17 #EOS05 #ISRO pic.twitter.com/kv0zB6V5Vi
— ISRO (@isro) September 3, 2026