Breaking News: HDFC બેંક પર ટ્રસ્ટ ફંડ કૌભાંડનો આરોપ, CEO સામે નોંધાઈ ‘FIR’ – જાણો શું છે સમગ્ર ઘટના

દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC હાલ એક મોટાં વિવાદમાં ફસાઈ ગઈ છે. મીડિયા રિપોર્ટસ થકી જાણવા મળ્યું છે કે, મહેતા પરિવારે HDFC બેંકના CEO શશિધર જગદીશન અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધાવી છે.

Breaking News: HDFC બેંક પર ટ્રસ્ટ ફંડ કૌભાંડનો આરોપ, CEO સામે નોંધાઈ FIR - જાણો શું છે સમગ્ર ઘટના
| Updated on: Jun 09, 2025 | 2:22 PM

દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC હાલ એક મોટાં વિવાદમાં ફસાઈ ગઈ છે. મીડિયા રિપોર્ટસ થકી જાણવા મળ્યું છે કે, મહેતા પરિવારે HDFC બેંકના CEO શશિધર જગદીશન અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધાવી છે. આ FIR લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટમાં ગડબડી કર્યા હોવાના આરોપોથી જોડાયેલી છે. જણાવી દઈએ કે, આ ટ્રસ્ટ મહેતા પરિવાર દ્વારા સંચાલિત છે.

નોંધનીય છે કે, HDFC બેંક તરફથી આ તમામ આરોપોને નકારવામાં આવ્યા છે. HDFC બેંકનું કહેવું છે કે, આ બધી માયાજાળ છે જેથી 2001થી ડિફોલ્ટમાં રહેલી કંપની Splendour Gems Ltd. પાસેથી લોન વસૂલવાની પ્રક્રિયા રોકી શકાય.

Splendour Gems Ltd. કેસ શું છે?

1995માં HDFC સહિત અન્ય બેંકોએ ‘Splendour Gems Ltd’ને લોન આપી હતી. Splendour Gems Ltd કંપની મહેતા પરિવારની છે અને 2001થી લોન ચૂકવવામાં ડિફોલ્ટ કરી રહી છે. 2004માં ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલે (DRT) કંપનીથી લોન વસૂલવા માટેનો આદેશ આપ્યો હતો પણ અત્યાર સુધી એ રકમ ચૂકવવામાં આવી નથી. હવે બેંક લોન વસૂલી માટે સખત વલણ અપનાવી રહી છે. એવામાં મહેતા પરિવાર દ્વારા બેંક અધિકારીઓને નિશાન બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે, એવો દાવો HDFC બેંકે કર્યો છે.

HDFC બેંકનો દાવો છે કે, મહેતા પરિવારે બધા કાનૂની રસ્તા અજમાવી લીધા છે. જો કે, આ કાનૂની રસ્તા બાદ મહેતા પરિવારને કોઈ રાહત ન મળતા હવે તેઓ ખાનગી રીતે HDFC બેંક અને તેના અધિકારીઓ પર ખોટા આરોપ લગાવીને દબાણ બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે, જેથી લોન વસૂલીની પ્રક્રિયા અટકી જાય.

બેંક તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “જ્યારે બધા કાનૂની વિકલ્પો સમાપ્ત થઈ ગયા, ત્યારે આ લોકોએ હવે HDFC બેંક અને તેના CEO પર અંગત હુમલાઓ શરૂ કરી દીધા છે. આવા હુમલાઓ બેંકની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની અને લોન વસૂલીની પ્રક્રિયા રોકવાની કોશિશ માટે થઈ રહ્યા છે.”

લીલાવતી ટ્રસ્ટના આરોપો શું છે?

મીડિયા રિપોર્ટસથી અને લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટના દાવા પ્રમાણે, HDFC બેંકના CEO અને અન્ય 8 વ્યક્તિઓએ (જેમા કેટલાક પૂર્વ કર્મચારી પણ સામેલ છે) ટ્રસ્ટના ફંડ્સમાં ગડબડી કરી છે અને પૈસાનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે. ટ્રસ્ટે CEOને સસ્પેન્ડ કરવાની અને કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

હવે HDFC બેંક શું કરશે?

બેંકે કહ્યું છે કે, તે કાનૂની માર્ગો દ્વારા જનતાના પૈસાની વસૂલી ચાલુ રાખશે અને મહેતા પરિવાર દ્વારા કરવામાં આવેલા અંગત હુમલાનો યોગ્ય જવાબ આપશે. બેંકનું નિવેદન છે કે, “HDFC બેંક કાયદેસર રીતથી લોનની વસૂલી ચાલુ રાખશે અને પોતાની પ્રતિષ્ઠાની રક્ષા કરશે. અમે મહેતા પરિવારના હુમલાનો તથા આરોપોનો કાનૂની રીતે જવાબ આપીશું.”

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો