Breaking News : તિહાર જેલમાં ગેંગ વોર, કુખ્યાત ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની હત્યા, રોહિણી કોર્ટ શૂટઆઉટમાં હતુ નામ
ગંભીર રીતે ઘાયલ ટિલ્લુને સવારે 06:30 વાગ્યે ડીડીયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો, જ્યાં ટિલ્લુ તાજપુરિયાનું મૃત્યુ થયું હતું.

ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયા (સુનીલ)ની તિહાર જેલમાં હત્યા કરવામાં આવી હતી. તિલ્લુ તાજપુરિયા પર રોહિણી કોર્ટમાં જીતેન્દ્ર ગોગીની હત્યા કરાવવાનો આરોપ હતો. તિહાર જેલમાં બંધ ટિલ્લુ તાજપુરિયાની હત્યા કરવામાં આવી છે. હરીફ ગેંગના લોકોએ આ હત્યા કરી છે. યોગેશ ટુંડા અને તેના સાગરિતોએ લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ ટિલ્લુને સવારે 06:30 વાગ્યે ડીડીયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો, જ્યાં ટિલ્લુ તાજપુરિયાનું મૃત્યુ થયું હતું.
મળતી માહિતી મુજબ, ટીલ્લુ તાજપુરિયાનું સવારે સાડા છ વાગ્યે ડીડીયુ હોસ્પિટલમાં નિધન થયું હતું. ટિલ્લુ પર હુમલો કરનાર બદમાશનું નામ યોગેશ ટુંડા છે. આ હુમલામાં યોગેશના સાથીઓએ પણ તેને સાથ આપ્યો હતો. જો કે પોલીસે હવે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. ટિલ્લુ તાજપુરિયા સામે હત્યા સહિતના અનેક ગુના નોંધાયેલા છે. રોહિણી કોર્ટની અંદર કોર્ટ રૂમમાં ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીની હત્યામાં ટિલ્લુનો હાથ હોવાનું કહેવાય છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
