Breaking News : પશ્ચિમ બંગાળના હાવડામાં વર્ષો જૂના માર્કેટમાં લાગી આગ, 800-1000 દુકાનો થઈ ખાક, જુઓ Video

Howrah Market Fire : પશ્ચિમ બંગાળના હાવડામાં એક માર્કેટમાં આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે 800-1000 દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. માર્કેટમાં 5000 થી વધુ દુકાનો છે. સ્થાનિક દુકાનદારોનું કહેવું છે કે આગ આયોજનપૂર્વક લગાડવામાં આવી છે.

Breaking News : પશ્ચિમ બંગાળના હાવડામાં વર્ષો જૂના માર્કેટમાં લાગી આગ, 800-1000 દુકાનો થઈ ખાક, જુઓ Video
Howrah Market Fire
| Edited By: | Updated on: Jul 21, 2023 | 7:50 AM

Howrah : પશ્વિમ બંગાળથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળના (West Bengal) હાવડામાં એક માર્કેટમાં આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે 800-1000 દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે.  આ માર્કેટમાં 5000 થી વધુ દુકાનો છે. સ્થાનિક દુકાનદારોનું કહેવું છે કે આગ આયોજનપૂર્વક લગાડવામાં આવી છે. કેટલાક લોકોએ અંગત અદાવત રાખીને આ આગ લગાડી હોવાની વાત સામે આવી છે.

તેઓ કહી રહ્યા છે કે દુકાનની માલિકીનો મામલો વર્ષોથી ચાલી રહ્યો છે. એક દુકાનદારે જણાવ્યું કે માર્કેટમાં ઓછામાં ઓછી એક હજાર દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. આગ બુઝાવવા માટે 18 ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર છે. આગ બુઝાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેથી આગ માર્કેટની અન્ય દુકાનોમાં ના ફેલાય.

આ પણ વાંચો : પૃથ્વીની ચોથી ભ્રમણ કક્ષામાં Chandrayaan 3એ સફળતાપૂર્વક કર્યો પ્રવેશ, જાણો ક્યારે પહોંચશે ચંદ્રની કક્ષામાં

માર્કેટની 800-1000 દુકાનો બળીને ખાખ

આ પણ વાંચો :  Seema Haider: ઓસામા, એજાઝ, ગુલામ અને હવે સચિન, સીમાનો સાચો પ્રેમ કોણ છે?

હાવડા પોલીસ સ્ટેશન હેઠળના 18 નંબર નિત્યાનંદ મુખર્જી રોડ સ્થિત પોદાહાટમાં આગ લાગવાની માહિતી મળતા જ 18 ફાયર ફાઈટર એક પછી એક પહોંચ્યા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ આગ લગભગ મધરાત્રે 1:00 વાગ્યાની આસપાસ લાગી હતી. જે બાદ આ વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યા બાદ આ વિસ્તારમાં પાવર કટ થઈ ગયો હતો.

ડિવિઝનલ ફાયર ઓફિસર રંજન કુમાર ઘોષનું કહેવું છે કે ઘટનાની માહિતી મળતાની સાથે જ હાવડા હેડ ક્વાર્ટરથી ફાયર એન્જિનને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. વાહનોને બોલાવવામાં આવ્યા છે. આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે.પણ પાણીને લઈને સમસ્યા ઉભી થઈ રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:26 am, Fri, 21 July 23