Breaking News: દિલ્હીમાંથી બેરિકેડ્સ હટાવો, મેટ્રો-ઇન્ટરનેટ ચાલુ રાખો- સુપ્રીમ કોર્ટે તિરસ્કાર મામલે સરકારને ફટકારી નોટિસ!

દિલ્હી પ્રોટેસ્ટ મામલે કોર્ટના આદેશોનું ઉલ્લંઘન થતાં સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. કોર્ટે સરકારને શો-કોઝ નોટિસ પાઠવી 13 ઓક્ટોબર સુધીમાં જવાબ માંગ્યો છે તેમજ મેટ્રો, ઇન્ટરનેટ સેવાઓ તાત્કાલિક પૂર્વવત કરવા આદેશ આપ્યો છે.

Breaking News: દિલ્હીમાંથી બેરિકેડ્સ હટાવો, મેટ્રો-ઇન્ટરનેટ ચાલુ રાખો- સુપ્રીમ કોર્ટે તિરસ્કાર મામલે સરકારને ફટકારી નોટિસ!
| Updated on: Oct 11, 2026 | 8:08 PM

દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન મામલે અદાલતી આદેશોની ખુલ્લેઆમ અવગણના થતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કડક શો-કોઝ નોટિસ ફટકારી છે. કોર્ટે સ્પષ્ટ સવાલ કર્યો છે કે પ્રશાસન સામે તિરસ્કારની કાર્યવાહી કેમ ન ચલાવવી જોઈએ? આ મામલે મંગળવાર, 13 ઓક્ટોબર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

જસ્ટિસ બાગચીની ખંડપીઠે સુનાવણી દરમિયાન તંત્રને 9 ઓક્ટોબરનો આદેશ યાદ અપાવ્યો હતો, જેમાં મેટ્રો અચાનક બંધ ન કરવા અને લોકોની અવરજવર ન રોકવા જણાવાયું હતું. સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 19(2) હેઠળ મેટ્રોનું નિયમિત સંચાલન ચાલુ રાખવા, તમામ બેરિકેડ્સ હટાવવા અને સ્થગિત કરાયેલી ઇન્ટરનેટ સેવાઓ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ બાગચીએ ભારપૂર્વક કહ્યું કે, “અમે કાયદો અને વ્યવસ્થાના ઇન્ચાર્જ નથી, પરંતુ નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન સહન નહીં થાય.”

સુનાવણી દરમિયાન વકીલોએ દલીલ કરી હતી કે ગતરોજ દિલ્હીમાં નાગરિકોને ઊભા રહેવાની પણ મંજૂરી નહોતી. વરિષ્ઠ વકીલ કે. કે. વેણુગોપાલ અને ગોપાલ શંકરનારાયણને દલીલ કરી હતી કે જંતર-મંતરની બહાર સામાન્ય લોકો અને વકીલો સામે બળપ્રયોગ કરાયો તેમજ 6 થી 7 હજાર લોકોની અટકાયત કરવામાં આવી.

સામે પક્ષે સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ જણાવ્યું કે તમામ અટકાયતો કાયદાના દાયરામાં કરવામાં આવી હતી અને રાત્રે 10 વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો ખોલી દેવાયા છે. જોકે કોર્ટે સરકારને વિસ્તૃત પાલન સોગંદનામું દાખલ કરવા આદેશ આપ્યો છે, જેમાં એ સ્પષ્ટતા કરવા જણાવાયું છે કે 45 મેટ્રો સ્ટેશનો કયા કારણોસર બંધ રખાયા હતા. આ તમામ અરજીઓ પર વધુ સુનાવણી સોમવારે હાથ ધરાશે.

મહિનાઓથી ઘર બંધ છે છતાં આવી રહ્યું છે લાઈટ બિલ? આ હોઈ શકે છે મુખ્ય કારણો

Published On - 8:07 pm, Sun, 11 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.