
પંજાબ સરકારે રાજ્યસભાના સાંસદ હરભજન સિંહની સિક્યોરિટી પરત લઈ લીધી છે. તેના ઘરની બહારથી પંજાબ પોલીસ સુરક્ષાકર્મચારીઓને દુર કર્યા છે. રાધવ ચઢ્ઢાએ હરભજન સિંહના આમ આદમી પાર્ટી છોડવાનો દાવો કર્યો હતો. પંજાબ પોલીસની સુરક્ષા કવર દુર કર્યા બાદ તરત જ રાજ્યસભાના સાંસદ અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહને સીઆરપીએફની સુરક્ષા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. તેના જલંધરના ઘરની બહાર સીઆરપીએફને તૈનાત કરવામાં આવ્યા છે.
પંજાબ સરકારે રાજ્યસભાના સાંસદ અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહની સુરક્ષા પરત લઈ લીધી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે. જયારે આમ આદમી પાર્ટીથી અલગ થઈ ભાજપમાં સામેલ થયેલા રાધવ ચઢ્ઢાએ દાવો કર્યો હતો કે, હરભજન સિંહ પણ આમ આદમી પાર્ટી છોડનાર 7 સાંસદમાં સામેલ છે. હરભજન સિંહના સ્ટાફ મુજબ પંજાબ સરકારે પોલીસ સિક્યોરીટી પરત લઈ લીધી છે. 9 થી 10 સુરક્ષાકર્મચારીઓ અને સરકારી એસ્કોર્ટ ગાડી પંજાબ સરકારે પરત લઈ લીધી છે.
#WATCH | Jalandhar, Punjab: AAP workers express their resentment against Rajya Sabha MP Harbhajan Singh as they wrote “Gaddar” on the walls of his residence in Jalandhar.
Raghav Chadha, Harbhajan Singh, along with 2/3rd MPs of AAP, merged with the BJP yesterday. pic.twitter.com/PGiFKwlt0I
— ANI (@ANI) April 25, 2026
આ ઘટના પંજાબમાં રાજકીય સંકટ વચ્ચે આવી છે, જે AAPના સાત રાજ્યસભા સાંસદો – રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ, રાજિન્દર ગુપ્તા, અશોક મિત્તલ અને વિક્રમ સાહનીના પક્ષપલટા પછી શરૂ થયું હતું, જેના કારણે પક્ષના કાર્યકરો અને નેતાઓ તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી.શુક્રવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા રાધવ ચઢ્ઢાએ દાવો કર્યો હતો કે, આમઆદમી પાર્ટીના ઉપરના સદનમાં લગભગ બે તૃતીયાંશ સાંસદો તેમની સાથે જવા તૈયાર છે, જે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની પાર્ટી માટે મોટો ઝટકો છે.
હરભજન સિંહ પાસે સૌથી મોટી સુરક્ષા ટીમ હતી, જેમાં એક ડઝનથી વધુ કર્મચારીઓ હતા. સુરક્ષા હટાવવાનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે AAP લુધિયાણા, ભટિંડા, ફરીદકોટ અને ચંદીગઢમાં આ સાંસદો વિરુદ્ધ સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે.