
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા ભવ્ય રામ મંદિરમાંથી એક અત્યંત ચોંકાવનારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. રામ મંદિરમાં આવતા દાન અને ચઢાવામાં કથિત રીતે થયેલી ઉથલપાથલ અને ચોરીના મામલે પોલીસે આખરે મોટી કાર્યવાહી કરીને પહેલી એફઆઈઆર નોંધી લીધી છે. યોગી સરકારની કડક ભલામણ અને એસઆઈટી ના પ્રાથમિક અહેવાલ બાદ આ મોટો એક્શન લેવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય શ્રીકૃષ્ણ મોહનની ફરિયાદના આધારે રામજન્મભૂમિ કોતવાલી પોલીસ સ્ટેશનમાં 8 થી વધુ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં 8 લોકોને નામજોગ આરોપી બનાવવામાં આવ્યા છે, જ્યારે કેટલાક અજાણ્યા લોકો સામે પણ ગુનો નોંધાયો છે. મુખ્ય આરોપીઓમાં નીચેના નામો સામે આવ્યા છે:
મળતી માહિતી મુજબ, આ તમામ આરોપીઓ રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતા દાન અને ચઢાવાને સંભાળવા, તેની ગણતરી કરવા અને તે નાણાંને બેંકમાં જમા કરાવવાની મહત્વપૂર્ણ પ્રક્રિયા સાથે સીધી રીતે જોડાયેલા હતા.
આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ તપાસ દરમિયાન ટ્રસ્ટ સાથે જોડાયેલા અધિકારીઓ, કર્મચારીઓ અને દાનની ગણતરી કરનારા લોકોની કડક પૂછપરછ કરી હતી. જ્યારે બેંકના દસ્તાવેજો અને કર્મચારીઓના નિવેદનોની ક્રોસ-વેરિફિકેશન કરવામાં આવી, ત્યારે દાનના નાણાંમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું હતું.
એસઆઈટીની ભલામણ બાદ અયોધ્યા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 306 અને કલમ 316(5) સહિત અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ તેજ કરી દીધી છે.
હવે આ મામલે પોલીસ પોતાની રીતે અલગથી ગુનાહિત તપાસ કરશે, જ્યારે બીજી તરફ એસઆઈટી (SIT) ની વિસ્તૃત તપાસ પણ ચાલુ રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આ કેસમાં વધુ કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી શકે છે. રામ મંદિરના દાન સાથે જોડાયેલો મામલો હોવાથી ઉત્તર પ્રદેશ સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર છે અને ટૂંક સમયમાં જ આ કેસમાં સંડોવાયેલા આરોપીઓની મોટી ધરપકડ થઈ શકે છે.