Breaking News: ગભરાવાની જરૂર નથી… દેશમાં પેટ્રોલ-ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો, સરકારે અફવાઓ પર મૂક્યું ‘પૂર્ણવિરામ’

PM મોદીએ રવિવારે હૈદરાબાદમાં ઈંધણનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી હતી, જેના કારણે અછતની અફવાઓ શરૂ થઈ હતી. એવામાં હવે સત્તાવાર સ્પષ્ટતા આવી ગઈ છે કે, દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો સ્ટોક છે. આથી, કોઈએ પણ ગભરાવાની જરૂર નથી.

Breaking News: ગભરાવાની જરૂર નથી... દેશમાં પેટ્રોલ-ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો, સરકારે અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ
| Updated on: May 11, 2026 | 5:43 PM

દેશમાં પેટ્રોલ, ડીઝલ કે LPGની કોઈ અછત નથી. સરકારે સોમવારે જણાવ્યું હતું કે, દેશ પાસે પેટ્રોલ-ડીઝલ અને LPGનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. ટૂંકમાં, લોકોએ ગભરાવાની જરૂર નથી. સરકારનું આ નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ નિવેદનના ઠીક બીજા દિવસે આવ્યું છે, જેમાં PM એ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ અને ગેસનો વિચારપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી હતી. જણાવી દઈએ કે, PM મોદીએ વિદેશી હૂંડિયામણ બચાવવાના ઉદ્દેશ્યથી આ નિવેદન આપ્યું હતું.

પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે ‘રિફાઇનરીઓ’

પેટ્રોલિયમ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ સોમવારે જણાવ્યું હતું કે, દેશની રિફાઇનરીઓ તેમની પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે. કોઈપણ રિટેલ આઉટલેટ પર પેટ્રોલ-ડીઝલ ખતમ થવાના કોઈ અહેવાલ નથી. LPG ડિસ્ટ્રિબ્યુટરશિપ પણ સુચારુ રીતે કામ કરી રહી છે અને ક્યાંય પણ સ્ટોક ખતમ થવાના સમાચાર નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ઘરોમાં રસોઈની જરૂરિયાતો માટે LPG નો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે.

છેલ્લા ત્રણ દિવસમાં 1.14 કરોડ LPG સિલિન્ડરોની ડિલિવરી થઈ

સુજાતા શર્માએ જણાવ્યું કે, “છેલ્લા ત્રણ દિવસમાં 1.26 કરોડ બુકિંગ પ્રાપ્ત થયા છે અને તેની સામે 1.14 કરોડ LPG સિલિન્ડરોની ડિલિવરી કરવામાં આવી છે. આવી જ રીતે, છેલ્લા ત્રણ દિવસમાં 17,000 ટનથી વધુ કોમર્શિયલ LPG વેચાયો છે. 762 ટનથી વધુ ઓટો LPGનું પણ વેચાણ થયું છે. આ સિવાય, વિતેલા 3 દિવસમાં 1,40,000 થી વધુ 5kg વાળા FTL સિલિન્ડર વેચાયા છે.” સુજાતા શર્માએ માહિતી આપી હતી કે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા લગભગ 93 કેમ્પ લગાવવામાં આવ્યા હતા, જેમાં 2100 થી વધુ સિલિન્ડર વેચાયા છે.

PM મોદીએ દેશવાસીઓને શું અપીલ કરી?

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાને રવિવારે હૈદરાબાદમાં એક સભાને સંબોધતા દેશવાસીઓને સોનાની ખરીદી અને વિદેશ યાત્રા 1 વર્ષ માટે બંધ કરવાની અપીલ કરી હતી. આ સિવાય તેમણે પેટ્રોલ-ડીઝલ અને ગેસનો વિચારપૂર્વક ઉપયોગ કરવાનું આહવાન કર્યું હતું. PM મોદીએ મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની સ્થિતિ વચ્ચે અર્થતંત્રને મજબૂત રાખવા માટે આ અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીની આ અપીલનો સૌથી મોટો ઉદ્દેશ્ય વિદેશી હૂંડિયામણ ભંડાર બચાવવાનો છે.

Breaking News: ‘વર્ક ફ્રોમ હોમ’ ની તૈયારી શરૂ કરો ! 58 લાખ લોકો માટે આવી શકે છે ‘મોટા સમાચાર’

Follow Us