Breaking News : વડાપ્રધાન મોદીને સોંપવામાં આવ્યું સેંગોલ, તમિલનાડુના અધીનમ મહંતો એ કર્યો મંત્રોચ્ચાર, જુઓ Video

New Parliament Event: આજે વડાપ્રધાન મોદીના આવાસ પર તમિલનાડુના અધીનમ (મહંત) પહોંચ્યા હતા. તેમણે સાથે મળીને વડાપ્રધાન મોદીને સેેંગોલ સોંપ્યું હતું. આ ઘટનાના વીડિયો અને ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

Breaking News : વડાપ્રધાન મોદીને સોંપવામાં આવ્યું સેંગોલ, તમિલનાડુના અધીનમ મહંતો એ કર્યો મંત્રોચ્ચાર, જુઓ Video
PM MODI SENGOL
| Edited By: | Updated on: May 27, 2023 | 8:39 PM

28 મેના રોજ ભારતના નવા સંસદ ભવનના ઉદ્દઘાટન પહેલા આજે વડાપ્રધાન મોદીના આવાસ પર તમિલનાડુના અધીનમ મહંતો પહોંચ્યા હતા. તેમણે સાથે મળીને વડાપ્રધાન મોદીને સેેંગોલ સોંપ્યું હતું. આ ઘટનાના વીડિયો અને ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. તમિલનાડુના અધીનમના મંત્રોચ્ચાર વચ્ચે સત્તાના હસ્તાક્ષણના પ્રતીક સેંગોલને વડાપ્રધાન મોદીને સોંપવામાં આવ્યું હતું. તમિલનાડુના અધીનમ મહંતો નવા સંસદ ભવનના ઉદ્દઘાટન સમરોહમાં પણ હાજર રહેશે.

નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહના એક દિવસ પહેલા મહંતે સેંગોલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપ્યું હતું. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ હાજર હતા. જણાવી દઈએ કે આવતી કાલે 28 મેના રોજ જૂના સંસદ ભવનની બાજુમાં અંદાજિત 991 કરોડમાં બનેલા નવા સંસદ ભવનનું ઉદ્દઘાટન કરવામાં આવશે. આ સેંગોલ સ્પીકરની બાજુમાં મુકવામાં આવશે.

આ પણ વાંચો : Sengol History: સેંગોલ પર કેમ બિરાજમાન છે નંદી? જાણો કેવી રીતે બન્યો હતો ભારતનો પહેલો રાજદંડ

વડાપ્રધાન મોદીને સોંપવામાં આવ્યું સેંગોલ

 

સેંગોલનો ઇતિહાસ શું છે

હાલમાં જ અમિત શાહ એ એક પ્રેસ કોન્ફેરેન્સ કરીને સંસદમાં સેંગોલ મૂકવા અંગે જાણકારી આપી હતી. ગૃહમંત્રી અમિત શાહે સેંગોલના ઇતિહાસનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે લોર્ડ માઉન્ટબેટન આપણી પરંપરાથી વાકેફ ન હતા. તેમણે જવાહરલાલ નેહરુને પૂછ્યું કે તે કેવી રીતે કરવું. નેહરુજીએ સી. રાજા ગોપાલાચારી (રાજા જી) પાસેથી સલાહ માંગી, પછી રાજાજીએ પંડિત નેહરુને આ સેંગોલની પ્રક્રિયા જણાવી અને આ સેંગોલ તમિલનાડુથી મેળવ્યા બાદ મધ્યરાત્રિએ તેમને આપવામાં આવ્યો.

સત્તા હસ્તાંરતરણનું પ્રતીક સેંગોલ

શાહે કહ્યું હતું કે 14 ઓગસ્ટ, 1947ના રોજ અંગ્રેજો દ્વારા આ સેંગોલ ભારતીયોને સત્તા હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. સવાલ એ છે કે, પણ આ હજુ સુધી આપણી સામે કેમ નથી આવ્યું? 14 ઓગસ્ટ 1947ના રોજ રાત્રે 10.45 કલાકે તમિલનાડુથી લાવવામાં આવેલ આ સેંગોલ સ્વીકારવામાં આવ્યું હતું. આ સત્તા હસ્તાંતરણની પ્રક્રિયાની પૂર્ણતા હતી.

નેહરુ મ્યુઝિયમમાંથી દિલ્હી લાવવામાં આવ્યો ‘સેંગોલ’

મૂળ રાજદંડના નિર્માણ સાથે સંકળાયેલા બે વ્યક્તિ વુમ્મિદી એથિરાજુલુ (96) અને વુમ્મીદી સુધાકર (88) નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. રાજદંડને અલ્હાબાદ મ્યુઝિયમમાંથી દિલ્હી લાવવામાં આવ્યો છે. આ રાજદંડને જવાહરલાલ નેહરુ સાથે સંબંધિત અન્ય ઐતિહાસિક વસ્તુઓની સાથે અલ્હાબાદ મ્યુઝિયમની નેહરુ ગેલેરીમાં રાખવામાં આવ્યો હતો.

નવા સંસદ ભવન સાથે સેંગોલ પણ ચર્ચામાં છે. 2021 માં પ્રથમ વખત પ્રખ્યાત ભરતનાટ્યમ નૃત્યાંગના પદ્મા સુબ્રમણ્યમે સેંગોલને લઈને વડાપ્રધાન કાર્યાલયને એક પત્ર લખ્યો હતો. પદ્મા સુબ્રમણ્યમને તે સમયે ખાતરી નહોતી કે સેંગોલ વિશે લખેલો તેમનો પત્ર કોઈ મોટી ઘટનામાં ફેરવાઈ જશે. બે વર્ષ બાદ સેંગોલ એટલે કે રાજદંડને નવા સંસદભવનમાં સ્થાપિત કરવામાં આવશે.

તેમણે કહ્યું કે તમિલ સંસ્કૃતિમાં સેંગોલનું ખૂબ મહત્વ છે. છત્ર, સેંગોલ અને સિંહાસન મુખ્યત્વે રાજાની શક્તિઓ વિશે છે. સેંગોલને શક્તિ અને ન્યાયનું પ્રતીક માનવામાં આવે છે. આ એક હજાર વર્ષ પહેલાં આવેલી કોઈ વાત નથી. તમિલ ઈતિહાસમાં ચેરા વંશ સુધી તેની તાર જોડાયેલા છે.

કોણ છે પદ્મા સુબ્રમણ્યમ?

પ્રસિદ્ધ ભરતનાટ્યમ નૃત્યાંગના પદ્મા સુબ્રમણ્યમનો જન્મ 4 ફેબ્રુઆરી 1943ના રોજ થયો હતો. પદ્માના પિતા પ્રખ્યાત ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક અને માતા સંગીતકાર હતા. પદ્મ ભૂષણ અને પદ્મશ્રી જેવા પુરસ્કારોની સાથે તેમને ઘણા વિદેશી પુરસ્કારો પણ મળ્યા છે. પદ્મા સુબ્રમણ્યમે 14 વર્ષની ઉંમરે બાળકોને ભરતનાટ્યમ શીખવવાનું શરૂ કર્યું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:12 pm, Sat, 27 May 23