
બેંગલુરુમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.બેંદાકાલુરમાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે બેંગલુરુમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. શહેરમાં 50 થી વધુ મોટા વૃક્ષો પડી ગયા છે.

કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે યૂપીમાં 18ના, તો બેંગલૂરૂમાં 7ના મોત થયા છે. કરા સાથે વાવાઝોડું ત્રાટકતા જનજીવન પ્રભાવિત થયું છે.

મંગળવારે સાંજે બેંગલુરુમાં બોવરિંગ અને લેડી કર્ઝન મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પાસે એક મોટો અકસ્માત થયો હતો. ઇમારતની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ દુ:ખદ અકસ્માતમાં સાત લોકોના મોત થયા અને સાત અન્ય ઘાયલ થયા હતા.

ઉત્તર પ્રદેશમાં ભારે વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી હતી, જેમાં 18 લોકો માર્યા ગયા હતા. અનેક જિલ્લાઓમાં વૃક્ષો પડી ગયા, વીજળી ગુલ થઈ ગઈ અને ટ્રાફિક ખોરવાયો હતો.

ભારતીય હવામાન વિભાગે પૂર્વી ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ઓડિશાના કેટલાક ભાગોમાં ભારે વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે.મહારાષ્ટ્રમાં, 2 મે સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, ત્યારબાદ કોઈ ખાસ ફેરફાર થશે નહીં અને ગુજરાતમાં પણ 1 મે સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે.

આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરામાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ ભારે વરસાદની સંભાવના છે. બિહારમાં ભારે વરસાદની સંભાવના છે.

ઓડિશા તેમજ ઉત્તરપશ્ચિમ ભારતમાં, મુખ્યત્વે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં કરા પડી શકે છે. કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે. કર્ણાટક-તેલંગાણા અને આસપાસના વિસ્તારોમાં પણ કરા પડવાની સંભાવના છે. (all photo : PTI)
Published On - 11:15 am, Thu, 30 April 26