બ્રહ્મોસ મિસાઈલ ‘ભૂલથી’ પાકિસ્તાનમાં પડી હતી, કેન્દ્રએ હાઈકોર્ટમાં કહ્યું- યુદ્ધ થતા બચ્યું છે

|

Mar 17, 2023 | 9:58 AM

9 માર્ચ, 2022ના રોજ ભૂલથી બ્રહ્મોસ મિસાઈલ છોડવામાં આવી હતી અને તે પાકિસ્તાનની સીમામાં પડી હતી. કોર્ટ ઓફ ઈન્ક્વાયરી (CoI) એ શોધી કાઢ્યું હતું કે તેમના દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) થી વિચલન મિસ ફાયર તરફ થયુ હતુ.

બ્રહ્મોસ મિસાઈલ ભૂલથી પાકિસ્તાનમાં પડી હતી, કેન્દ્રએ હાઈકોર્ટમાં કહ્યું- યુદ્ધ થતા બચ્યું છે
BrahMos missile

Follow us on

9 માર્ચ 2022ના રોજ બ્રહ્મોસ મિસાઈલ છોડવામાં આવી હતી. આ મિસાઈલ ભૂલથી પાકિસ્તાન બોર્ડર પર જઈને પડી હતી. આ પછી બન્ને દેશો વચ્ચે તણાવ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. જોકે, મંત્રણાથી મામલો થાળે પણ પડ્યો હતો. ત્યારે ગઈકાલે દિલ્હી હાઈકોર્ટમાં એ કેસની સુનાવણી દરમિયાન, કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલે કહ્યું કે માર્ચ 2022માં બ્રહ્મોસ મિસાઈલ મિસફાયર થતા પાકિસ્તાન સાથે યુદ્ધનું કારણ બની જાત.

ત્યારે આ મામલે હાઈકોર્ટ ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ અધિકારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેની સેવા બ્રહ્મોસ મિસાઈલ મિસફાયર ઘટનાના સંબંધમાં સમાપ્ત કરવામાં આવી હતી. તેમજ કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ ગુરુવારે કોર્ટને કહ્યું કે મિસફાયરના કારણે પાકિસ્તાન સાથે યુદ્ધ થઈ થઈ ગયુ હોત. તેમણે કહ્યું કે આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સમુદાયની સામે ભારતને શરમજનક સ્થિતિમાં મૂક્યું હતુ.

બ્રહ્મોસ ભૂલથી મિસફાયર થઈ હતી

9 માર્ચ, 2022ના રોજ ભૂલથી બ્રહ્મોસ મિસાઈલ છોડવામાં આવી હતી અને તે પાકિસ્તાનની સીમામાં પડી હતી. કોર્ટ ઓફ ઈન્ક્વાયરી (CoI) એ શોધી કાઢ્યું હતું કે તેમના દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)થી વિચલન મિસ ફાયર તરફ દોરી ગયું. આ પછી ભારતીય વાયુસેના (IAF) ના ત્રણ અધિકારીઓની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

IAF અધિકારીએ અરજી દાખલ કરી હતી

આઈએએફના એક અધિકારીએ તેમની બરતરફી સામે કોર્ટમાં અરજી કરી હતી. IAF અધિકારીની અરજી જણાવે છે કે કમાન્ડ એર સ્ટાફ ઈન્સ્પેક્શન ટીમ દ્વારા સુનિશ્ચિત નિરીક્ષણ પ્રવાસના ભાગરૂપે 2403 ગાઈડેડ વેપન્સ સ્ક્વોડ્રનની ‘A’ ફ્લાઇટ દ્વારા હાથ ધરવામાં આવેલી સિમ્યુલેશન કવાયત દરમિયાન અકસ્માત થયો હતો.

અધિકારીએ આ દલીલ કોર્ટમાં મૂકી હતી

તેણે કહ્યું કે તે ઘટનાના દિવસે સ્ક્વોડ્રનમાં એન્જિનિયરિંગ ઓફિસર તરીકે તૈનાત હતો. તેઓએ દલીલ કરી હતી કે તેઓને માત્ર ફરજો માટે જ વ્યાવસાયિક અને વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી જે સંપૂર્ણ રીતે જાળવણીની હતી. તેમણે કહ્યું કે એન્જિનિયરિંગ ઓફિસર તરીકે તેમને ક્યારેય ઓપરેશનલ ટ્રેનિંગ આપવામાં આવી નથી.

બેંચે તમામ પક્ષકારોને નોટિસ આપી હતી

દિલ્હી હાઈકોર્ટે માર્ચ 2022માં બ્રહ્મોસ મિસાઈલના આકસ્મિક પ્રક્ષેપણને કારણે તેમની બરતરફીને પડકારતી એરફોર્સ અધિકારીની અરજી પર સંરક્ષણ મંત્રાલય, એરફોર્સ ચીફ અને અન્ય લોકોનો જવાબ માંગ્યો છે. આ મિસાઈલ પાકિસ્તાનમાં પડી હતી. જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ નીના બંસલ ક્રિષ્નાની બેંચે તમામ પક્ષકારોને નોટિસ જાહેર કરી હતી અને તેમને છ અઠવાડિયાની અંદર તેમના જવાબો દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો, જ્યારે અરજદારને રિજૉઇન્ડર ફાઇલ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો હતો.

Next Article