બોયકોટ ચાઈનીઝ પ્રોડક્ટની નેમ સાથે આવતીકાલથી વેપારી સંગઠન ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો વિરોધ શરૂ, 6 મહિનામાં ચાઈનાથી 1 લાખ કરોડની આયાત ઘટાડવાનો કર્યો હુંકાર

|

Jun 09, 2020 | 11:31 AM

ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે તેના લેખમાં પ્રકાશિત કરેલી વિગતોને લઈને ભારતના નાના વેપારીઓએ તીખી પ્રતિક્રિયા આપી છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે ભારત પાસે ચીનના ઉત્પાદિત માલસામાનનો બહિષ્કાર કરવાની હિંમત નથી. નાના વેપારીઓના સંગઠન ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું છે કે અમે આ ચેલેન્જને સ્વીકારીએ છે અને દેશનાં […]

બોયકોટ ચાઈનીઝ પ્રોડક્ટની નેમ સાથે આવતીકાલથી વેપારી સંગઠન ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો વિરોધ શરૂ, 6 મહિનામાં ચાઈનાથી 1 લાખ કરોડની આયાત ઘટાડવાનો કર્યો હુંકાર
http://tv9gujarati.in/boycott-chinese-…tradersna-virodh/

Follow us on

ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે તેના લેખમાં પ્રકાશિત કરેલી વિગતોને લઈને ભારતના નાના વેપારીઓએ તીખી પ્રતિક્રિયા આપી છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે ભારત પાસે ચીનના ઉત્પાદિત માલસામાનનો બહિષ્કાર કરવાની હિંમત નથી. નાના વેપારીઓના સંગઠન ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું છે કે અમે આ ચેલેન્જને સ્વીકારીએ છે અને દેશનાં વેપારી તેમજ નાગરિકો ચીની માલસામાનનો બહિષ્કાર કરીને તેને સફળ બનાવીશું.

કૈટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચીની ન્યૂઝ પેપરે હિન્દુસ્તાનનાં સ્વાભિમાનને લલકારવામાં આવ્યું છે જેને કોઈ પણ કિંમત પર સહન નહી કરી લેવામાં આવે. 10 જૂનથી શરૂ થવા વાળા “ભારતીય સામાન અમારૂ અભિયાન” ને વધારે તીવ્રતાથી દેશભરમાં ચલાવવામાં આવશે. કૈટ મુજબ ગ્લોબલ ટાઈમ્સનાં લેખમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ચીની વસ્તુઓ વાપરવી એ ભારતીયોની આદતમાં સામેલ થઈ ગયું છે અને તેનો બહિષ્કાર કરવો સંભવ જ નથી. આ લખાણ દ્વારા ગ્લોબલ ટાઈમ્સે ભારતના વેપારીઓની શક્તિને ઓછી આંકવાની ભૂલ કરી છે. ન્યૂઝ પેપર એ ભૂલી જાય છે કે હિન્દુસ્તાન જેને ઉપર લાવે છે તેને નીચે ઉતારતા પણ જાણે છે. હવે ચીન સહિતની સારી દુનિયા જોશે કે કઈ રીતે ચીનનાં સામાનનો બહિષ્કાર કરવામાં આવશે. માત્ર દોઢ વર્ષમાં જ એટલે કે ડિસેમ્બર 2021 સુધીમાં ચીનથી 1 લાખ કરોડ રૂપિયાની આયાતમાં કઈ રીતે ઘટાડો થાય છે. આ અભિયાનમાં ખેડુતો, ટ્રાન્સપોર્ટ, નાના અને મધ્યમ ઉદ્યોગ, હોકર્સ, ખરીદદારો સહિત સ્વદેશી સંગઠનનો પણ સાથ મેળવવામાં આવશે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

Next Article