દિલ્હીમાં કાલા જાદુ, અંધશ્રદ્ધા અને છેતરપિંડીથી થઈ રહ્યુ છે ધર્માંતરણ, બળજબરીથી કરાતા ધર્માંતરણ પર રોક લગાવવા દિલ્હી હાઈકોર્ટમાં કરાઈ અરજી

|

Jul 24, 2022 | 7:01 PM

વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી એક જનહિત યાચિકા (PIL) પર દિલ્હી હાઈકોર્ટ સુનાવણી કરી રહી છે. જેમા કેન્દ્ર અને દિલ્હી સરકારને ધમકી, છેતરપિંડી કે બ્લેક મેજિક અને અંધવિશ્વાસનો ઉપયોગ કરી થતા ધર્માંતરણ પર રોક લગાવવાના નિર્દેશ આપવાની માગ કરી છે.

દિલ્હીમાં કાલા જાદુ, અંધશ્રદ્ધા અને છેતરપિંડીથી થઈ રહ્યુ છે ધર્માંતરણ, બળજબરીથી કરાતા ધર્માંતરણ પર રોક લગાવવા દિલ્હી હાઈકોર્ટમાં કરાઈ અરજી
દિલ્હી હાઈકોર્ટ

Follow us on

દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)માં એક જનહિત યાચિકા (PIL) દાખલ કરવામાં આવી છે. જેમા કેન્દ્ર અને દિલ્હી સરકારને ધાક ધમકી અને છેતરપિંડી સાથે બળજબરીથી થતા ધર્મ પરિવર્તન (Conversion) પર રોક લગાવવા પર યોગ્ય નિર્દેશ આપવાની માગ કરાઈ છે. આ પ્રકારે થતા ધર્મ પરિવર્તન GIFT, ધન લાભ, બ્લેક મેજિક અને અંધવિશ્વાસના જોરે કરાય છે. આ અરજીમાં જણાવવામાં આવ્યુ છે નરાધમો દ્વારા કરાવવામાં આવતુ આ ધર્મ પરિવર્તન દ્વારા માત્ર અનુચ્છેદ 14, 15, 21, 25નો ભંગ જ નથી, પરંતુ ધર્મ નિરપેક્ષતાના નિયમોની પણ વિરુદ્ધ છે.

હાઈકોર્ટમાં યાચિકાકર્તા એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયે જણાવ્યુ કે કેન્દ્ર અને દિલ્હી સરકાર કાળા જાદુ, અંધશ્રદ્ધા અને દગાથી થતા ધર્માંતરણના જોખમને રોકવામાં નિષ્ફળ રહી છે. જો કે કલમ 51A હેઠળ તેમની ફરજ છે, જેમાં IPCના ભાગ-XVમાં ફેરફારો સૂચવવા માટે એક સમિતિની નિમણૂક કરવા માટે સમિતિ નિમવા માટે કેન્દ્રને નિર્દેશ જાહેર કરવાની માગ કરે છે.

PILમાં આપવામાં આવી આ દલીલ

આ તરફ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જનહિત યાચિકામાં કહેવામાં આવ્યું છે કે, જનતાને આપવામાં આવેલા ઘાંવ ઘણા મોટા છે કારણ કે રાજધાનીમાં એક પણ જિલ્લો એવો નથી કે જે કાળા જાદુ, અંધશ્રદ્ધા અને ધર્મ પરિવર્તનથી મુક્ત હોય. આવી સ્થિતિમાં દરરોજ મોટા પાયે ધર્મ પરિવર્તનની ઘટનાઓ સામે આવી રહી છે. છતા ધર્મ પરિવર્તન સતત ચાલુ રહે છે. જેમા મોટાપાયે કાલા જાદુ, ધાકધમકી, દગો, અંધશ્રદ્ધા, ચમત્કાર, ભેટ-સોગાદોનો પણ સહારો લેવામાં આવે છે. આ સાથે જ અરજીમાં જણાવવામાં આવ્યુ છે કે કેન્દ્ર અને રાજ્યને મહિલાઓ અને બાળકોને તેનાથી દૂર રાખવા માટે વિશેષ જોગવાઈ કરવાનો અધિકાર છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

પિટિશનરે કહ્યું- ઘણા રાજ્યોની વિધાનસભાઓમાં ધર્માંતરણ વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો હતો

આ ઉપરાંત કાયદાને સુરક્ષિત રાખવા માટે પોઝિટિવ નિર્દેશ છે. જેમા અભિવ્યક્તિની સ્વતંત્રતા, એકતા અને અખંડિતતાને સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે. પરંતુ કેન્દ્ર અને રાજ્યએ તેને સુરક્ષિત કરવા માટે યોગ્ય પગલાં લીધા નથી. સાથે જ, અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઘણા રાજ્યોની વિધાનસભાઓમાં ધર્માંતરણ વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો છે.

Next Article