Black Fungus Outbreak : કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને Amphotericin-B ની 23680 વાયલ ફાળવી

|

May 22, 2021 | 3:26 PM

દેશમાં અત્યાર સુધીમાં Black Fungusના લગભગ નવ હજાર કેસ નોંધાયા છે અને મોટાભાગના રાજ્યોએ તેને રોગચાળો જાહેર કર્યો છે. આ દરમ્યાન રાજ્યોને રોગ સામે લડવામાં મદદ કરવા માટે કેન્દ્ર સરકારે બ્લેક ફંગસની દવા,એમ્ફોટેરીસિન-બીની કુલ 23680 વાયલ ફાળવી છે.

Black Fungus Outbreak : કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને  Amphotericin-B ની 23680 વાયલ ફાળવી
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને Amphotericin-B ની 23680 વાયલ ફાળવી

Follow us on

દેશમાં Black Fungus ના ઝડપથી વધી રહેલા કેસ (Mucormycosis) એ ભારતમાં કોરોના વાયરસ વચ્ચે લોકોને વધુ ડરાવી દીધા છે. જો કે, સરકાર બ્લેક ફંગસ રોગને નાબૂદ કરવા માટે વધુને વધુ કામ કરી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં Black Fungusના લગભગ નવ હજાર કેસ નોંધાયા છે અને મોટાભાગના રાજ્યોએ તેને રોગચાળો જાહેર કર્યો છે.

આ દરમ્યાન રાજ્યોને રોગ સામે લડવામાં મદદ કરવા માટે કેન્દ્ર સરકારે બ્લેક ફંગસની દવા,એમ્ફોટેરીસિન-બીની કુલ 23680 વાયલ ફાળવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કેન્દ્રીય રસાયણો અને ખાતરોના પ્રધાન ડી.વી. સદાનંદ ગૌડાએ શનિવારે Black Fungus (Mucormycosis) ની સારવાર માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એમ્ફોટેરીસીન-બી નામની દવાના 23,680 વધારાની વાયલ ફાળવવાની જાહેરાત કરી છે. સત્તાવાર નિવેદનમાં મંત્રીએ માહિતી આપી હતી કે દર્દીઓની સંખ્યાના આધારે આ દવા ફાળવવામાં આવી છે.

 

વાસ્તવમાં ભારતમાં Black Fungus ના 8848 દર્દીઓ મળી આવ્યા છે, જેમાંથી બ્લેક ફંગસના મોટાભાગના કેસ ગુજરાતમાં જ નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2281 લોકોને આ રોગનો ચેપ લાગ્યો છે. જ્યારે તેની બાદ મહારાષ્ટ્રમાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા 2000 ને વટાવી ગઈ છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં 910, મધ્યપ્રદેશમાં 720, રાજસ્થાનમાં 700 અને તેલંગાણામાં 350 કેસ નોંધાયા છે.

બ્લેક ફંગસના લક્ષણો
– નાકમાંથી લોહી નીકળવું અથવા  કોઇ કાળો પદાર્થ બહાર આવવો
– માથાનો દુખાવો અથવા આંખમાં બળતરા અને પીડા. આંખોની આસપાસ સોજો, ડબલ દેખાવું , લાલ આંખો, આંખો બંધ કરવામાં મુશ્કેલી, આંખો ખોલવામાં         મુશ્કેલી, વગેરે તેના મુખ્ય લક્ષણો છે.
– દાંતમાં દુખાવો, ચાવવામાં મુશ્કેલી આવે, ઉલટી અને ઉધરસમાં લોહી આવે

બ્લેક ફંગસથી બચવા  શું કરવું

– તરત જ નાક, કાન અને ગળાના નિષ્ણાતની સલાહ લેવી. આ સિવાય, એવા ડોક્ટર સાથે વાત કરો કે જે કોઈપણ અસામાન્ય રોગની સારવાર કરે છે.
– નિયમિત સારવાર મેળવો અને ફોલો અપ કરો. જો તમે ડાયાબિટીઝના દર્દી છો, તો પછી બ્લડ સુગરને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરો અને તેનું ધ્યાન  રાખો.
– જો તમે પણ કોઈ અન્ય ગંભીર બીમારીથી પીડિત છો, તો સતત દવા લો અને ડોક્ટરનો સંપર્ક રાખો.
– જાતે કોઈ સ્ટીરોઈડ દવા ન લો. આવી દવા લેવી મોંધી સાબિત થઈ શકે છે.

Published On - 3:23 pm, Sat, 22 May 21

Next Article