Black Fungus: બ્લેક ફંગસની બિમારીથી પીડાતા દર્દીઓ માટે આવી ગઈ દવા, જાણો શું રહેશે કિંમત અને કેટલી છે કારગર

|

May 22, 2021 | 12:30 PM

Black Fungus: કોરોના વાયરસ પછીની જેને પોસ્ટ કોવીડ(PotsCovid) બિમારી જેને ગણવામાં આવે છે તે બ્લેક ફંગસ (Black Fungus) હવે દર્દીઓ માટે જાણે આફત બનીને આવી છે. કોરોનાથી સારા થયેલા દર્દીઓમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

Black Fungus: બ્લેક ફંગસની બિમારીથી પીડાતા દર્દીઓ માટે આવી ગઈ દવા, જાણો શું રહેશે કિંમત અને કેટલી છે કારગર
Black Fungus: બ્લેક ફંગસની બિમારીથી પીડાતા દર્દીઓ માટે આવી ગઈ દવા, જાણો શું રહેશે કિંમત અને કેટલી છે કારગર

Follow us on

Black Fungus: કોરોના વાયરસ પછીની જેને પોસ્ટ કોવીડ(Pots Covid) બિમારી જેને ગણવામાં આવે છે તે બ્લેક ફંગસ (Black Fungus) હવે દર્દીઓ માટે જાણે આફત બનીને આવી છે. કોરોનાથી સારા થયેલા દર્દીઓમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જો કે MSN લેબોરેટરીઝ આવામાં એક સારા સમાચાર લઈને આવ્યું છે. આ લેબ દ્વારા મ્યુકરમાઈકોસિસ(mucormycosis)નાં દર્દી માટે પોસાકોનાજોલ(Posaconazole) લોન્ચ કરાઈ છે.

એન્ટી ફંગલ દવા પોસાકોનોજોલ લોન્ચ થવાને લઈને સંક્રમિત થઈ રહેલા દર્દીઓને કદાચ રાહત મળી શકે તેમ છે. મ્યુકોરનાં ઈન્જેક્શન કે દવાને લઈને ઘણાં સવાલો દર્દીઓનાં મનમાં હોય છે તે વચ્ચે હવે જો લોકો એ જાણવા માગે છે કે આ દવા છે શું અને તઈ રીતે કામ કરશે અને ખાસ તો કિંમત કેવા પ્રકારની હશે, તો આ બધી જ વિગતો અમે તમને જણાવી દઈએ.

દવા અને ઈન્જેક્શનની શું છે કિંમત 

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

તો જે પ્રકારે કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે, પોસાવન બ્રાંડ નામથી પોસકોનોજોલ ટેબલેટ 100Mgમાં અને 300 Mgની ક્ષમતામાં ઈન્જેક્શનને તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ અગત્યનું તો એ છે કે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DCGI) દ્વારા તેને મંજુરી પણ મળી ગઈ છે.

બ્લેક ફંગસની સારવારમાં પોસાવન પ્રતિ ટેબલેટ 600 રૂપિયાનાં ભાવથી મળી રહેશે. તો તેના ઈન્જેક્શનની કિંમત 8500 રાખવામાં આવી છે. કંપની પ્રમાણે MSN કંપનીનાં એન્ટી ફંગલ ડ્રગનાં ક્ષેત્રમાં રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગની તાકાતનું આ પરિણામ ગણવામાં આવે છે.

Covid 19નાં સારા થયેલા દર્દીઓમાં આ લક્ષણ વધારે

મ્યુકરમાઈકોસિસ એક એવા પ્રકારની ખાસ ફંગસ છે કે જે કોવિડમાંથી બહાર આવેલા દર્દીઓમાં જોવા મળી રહી છે. આ ફંગસ એટલી ઝડપથી ફેલાય છે શરીરમાં કે તેને લઈને મોતનું પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. આ રોગમાં આંખમાં પણ જતી રહી હોવાનું બહાર આવ્યું છે. આ બિમારીનો સૌથી વધારે કેર જાવા મળ્યો હોય તો તે રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યમાં છે. આશરે બે ડઝન કરતા વધારે રાજ્ય હાલમાં આ બિમારી સામે લડી રહ્યા છે.

રાજસ્થાનમાં સૌથી વધારે બ્લેક ફંગસનાં દર્દી

રાજસ્થાનની વાત કરીએ તો આ રાજ્યમાં બ્લેક ફંગસનાં 700 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાથી સાજા થઈ ગયા તો આ બિમારી માટે લોકો હવે ભરતી થઈ રહ્યા છે. આવા પ્રકારની સ્થિતિ હોસ્પિટલ અને તબીબ બંને પર પ્રેશર વધારતી હોય છે.

 

Next Article