ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક, ઉમેદવારોનાં નામ થઇ શકે છે જાહેર, કોને લાગશે લોટરી?

|

Mar 04, 2021 | 10:02 AM

દેશમાં પાંચ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે. ચૂંટણીની તારીખ આવી ગઈ છે ત્યારે 4 માર્ચની આજની બેઠકમાં ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરી શકે એમ છે.

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક, ઉમેદવારોનાં નામ થઇ શકે છે જાહેર, કોને લાગશે લોટરી?
ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે

Follow us on

પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. આજે 4 માર્ચના રોજ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. આ પ્રથમ બેઠકમાં બંગાળ અને આસામના પ્રથમ તબક્કાના ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે.

બુધવારે અમિત શાહના નિવાસ સ્થાને યોજાયેલી સંયુક્ત બેઠક બાદ ભાજપના નેતાઓએ નડ્ડાના નિવાસસ્થાને અલગથી બેઠક કરી હતી. જેમાં ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી. ભાજપની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીમાં ગુરુવારે ઉમેદવારોની પહેલી યાદી વિશે મંથન થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં ભાગ લે તેવી સંભાવના છે.

આસામની બેઠકો પર કરાર

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આજ સમયે ભાજપ અને તેના સાથી પક્ષો, આસામ ગણ પરિષદ (એજીપી) અને યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (યુપીપીએલ) વચ્ચે સીટોની વહેંચણી અંગેના કરારને આગામી આસામ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બુધવારે આખરી ઓપ આપવામાં આવ્યો હતો. ગુરુવારે તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને બુધવારે આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ રણજિત દાસ, એજીપી પ્રમુખ અને રાજ્યમંત્રી અતુલ બોરા, યુપીએલના વડા પ્રમોદ બોરો, ભાજપના નેતા અને મંત્રી હેમંત વિશ્વ સરમા પણ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક બાદ સરમાએ ટ્વીટ કર્યું હતું કે આસામ ગણ પરિષદના પ્રમુખ અતુલ બોરા, બોડો પ્રાદેશિક પરિષદના પ્રમોદ બોરો સહિત વરિષ્ઠ નેતાઓના પ્રતિનિધિમંડળે આજે સાંજે નવી દિલ્હીમાં અમિત શાહ અને નડ્ડા સાથે બેઠક કરી હતી. તેમણે કહ્યું કે મહાગઠબંધનની કાર્યપદ્ધતિ પર કામ ચાલી રહ્યું છે અને ગુરુવારે તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.

કેને મળશે કેટલી બેઠક

સૂત્રોએ જણાવ્યું છે કે સીટના તાલમેલ અનુસાર, એજીપીને 25 બેઠકો મળી શકે છે જ્યારે યુપીએલને 12 બેઠકો મળી શકે છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં એજીપીએ 14 બેઠકો જીતી હતી. યુપીએલ તાજેતરમાં જ ભાજપ સાથે જોડાઈ ગઈ છે. હાલમાં વિધાનસભામાં તેનો એક પણ સભ્ય નથી.

2016 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 60 બેઠકો જીતી હતી. ત્યારે તે બાકીની બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે. આસામ વિધાનસભામાં 126 બેઠકો છે. ગત ચૂંટણીમાં, બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ)એ ભાજપ અને એજીપી સાથે ગઠબંધનમાં ચૂંટણી લડ્યા હતા. જેમાં 12 બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં બીપીએફે કોંગ્રેસ અને એઆઈયુડીએફ સાથે ગઠબંધન કર્યું છે.

આસામમાં 27 માર્ચથી 6 એપ્રિલ સુધી ત્રણ તબક્કામાં મતદાન થશે. 27 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાની 47 વિધાનસભા બેઠકો માટે, 1 એપ્રિલએ બીજા તબક્કા હેઠળ 39 વિધાનસભા બેઠકો માટે, અને ત્રીજા અને અંતિમ તબક્કા હેઠળ 40 વિધાનસભા બેઠકો માટે 6 એપ્રિલના રોજ મતદાન યોજાશે. નામાંકન માટેની છેલ્લી તારીખ 9 માર્ચ છે.

પહેલા તબક્કામાં માજુલી અને બોકાખાટ વિધાનસભાની બેઠકોનું નામ મુખ્ય ગણવામાં આવે છે. સોનોવાલ માજુલીના અને બોકાખાટથી એજીપીના બોરા ધારાસભ્ય છે.

ભાજપ સામે સત્તા બચાવવાનો પડકાર

આ વખતે ભાજપ સામે સત્તા બચાવવાનો પડકાર છે. તેમને કોંગ્રેસ અને એઆઈયુડીએફના ગઠબંધનનો સામનો કરવો પડશે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 10 વર્ષના સાસણ બાદ ભાજપે પૂર્વોત્તરના કોઈ રાજ્યમાં પહેલી વાર સત્તા મેળવી હતી.

મહત્વનું છે કે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરી, તામિલનાડુ અને કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખોની ઘોષણા કરી દીધી છે. પશ્ચિમ બંગાળમાં કુલ આઠ તબક્કામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચે થશે અને આઠમું અને છેલ્લું મતદાન 29 એપ્રિલના રોજ યોજાશે. 27 માર્ચથી 06 એપ્રિલ વચ્ચે આસામમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. 2 મેના રોજ મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.

Next Article