રવિવારે જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં યોજાશે BJPની રાષ્ટ્રીય કારોબારી બેઠક, 7 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ મુખ્ય મુદ્દો રહેશે

|

Nov 06, 2021 | 11:55 AM

BJP National Executive Meeting : 2022માં સાત રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજવાની છે. પાંચ રાજ્યો - ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં ચૂંટણી આવતા વર્ષની શરૂઆતમાં યોજાશે, જ્યારે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી વર્ષના અંતમાં યોજાશે.

રવિવારે જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં યોજાશે BJPની રાષ્ટ્રીય કારોબારી બેઠક, 7 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ મુખ્ય મુદ્દો રહેશે
BJP national executive meeting on Sunday next year assembly elections top in agenda

Follow us on

DELHI : આવતા વર્ષે ઉત્તર પ્રદેશ અને અન્ય છ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને વર્તમાન બાબતો 7 નવેમ્બરે યોજાનારી ભારતીય જનતા પાર્ટી (BJP)ની રાષ્ટ્રીય કારોબારી બેઠક (National Executive Meeting ) ના એજન્ડામાં ટોચ પર રહેશે. પાર્ટીના નેતાઓએ શુક્રવારે આ જાણકારી આપી. જેપી નડ્ડા ( J.P. NADDA)પાર્ટીના અધ્યક્ષ બન્યા બાદ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની આ પ્રથમ બેઠક હશે.

તેના તમામ રાજ્ય એકમોને મોકલવામાં આવેલા પત્રમાં, ભાજપે કહ્યું છે કે કોવિડ-19 પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને, તમામ રાજ્ય પ્રમુખો, રાજ્ય મહાસચિવ (સંગઠન) અને સંબંધિત રાજ્યની રાષ્ટ્રીય કારોબારીના સભ્યો પોતપોતાની બેઠકમાં રાજ્યના પ્રદેશ કાર્યાલય પરથી ડિજિટલ રીતે હાજરી આપશે. રાષ્ટ્રીય પદાધિકારીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને દિલ્હીના નેતાઓ કે જેઓ રાષ્ટ્રીય કારોબારીના સભ્ય છે તેઓ અહીંના NDMC કન્વેન્શન સેન્ટરમાં 7 નવેમ્બરના રોજ બેઠકમાં હાજરી આપશે.

7 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ મુખ્ય મુદ્દો રહેશે
રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડડા ની અધ્યક્ષતામાં યોજાનારી એક દિવસીય કારોબારી બેઠકમાં ઉત્તરપ્રદેશ સહિત 7 રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણીઓ મુખ્ય મુદ્દો રહેશે અને સાથે હાલની સ્થિતિ અંગે ચર્ચા થશે. કોરોનાકાળમાં કેન્દ્ર સરકારની સારી કામગીરી પર પ્રસ્તાવ રજૂ થશે. તેમજ દેશની હાલની રાજકીય સ્થિતિ રાજકિય ઠરાવ પાસ થશે. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી સહિત કેન્દ્રીય મંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ દિલ્લીમાં બેઠકમાં હાજર રેહશે. રાષ્ટ્રીય અધ્યક્ષના સંબોધન સાથે બેઠકની શરૂઆત થશે. પ્રધાનમંત્રી મોદી બેઠકમાં સમાપન સંબોધન કરશે.ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કમલમથી વર્ચ્યુઅલી જોડાશે.

મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે

2022માં સાત રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજવાની છે
પત્રમાં વધુમાં જણાવાયું છે કે એજન્ડામાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાનો સમાવેશ થાય છે. 2022માં સાત રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પાંચ રાજ્યો – ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં ચૂંટણી આવતા વર્ષની શરૂઆતમાં યોજાશે, જ્યારે હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી વર્ષના અંતમાં યોજાશે. પંજાબ સિવાય આ તમામ રાજ્યોમાં ભાજપ સત્તા પર છે. એક દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના ભાષણ સાથે શરૂ થશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમાપન ભાષણ સાથે સમાપ્ત થશે.

આ પણ વાંચો : બિન-ભાજપ શાસિત રાજ્યોએ ઇંધણની કિંમતો પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો ન કર્યો , પક્ષના નેતાઓએ વિપક્ષને પુછ્યા તીખા સવાલ

આ પણ વાંચો : 700 વર્ષ જૂની પરંપરા : બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામે અશ્વદોડ યોજાઈ

Next Article