રાજસ્થાન સરકારે 200 ધારાસભ્યોને આઈફોન-13 કર્યા ગિફટ, ભાજપ ધારાસભ્યોએ કર્યા પરત

|

Feb 24, 2022 | 3:11 PM

ગઈકાલે રાજસ્થાન સરકારે 200 ધારાસભ્યોને આઈફોન-13 ગિફટ કર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાંથી ભાજપના ધારાસભ્યોએ આ ગિફટ સરકારને પરત કરી છે.

રાજસ્થાન સરકારે 200 ધારાસભ્યોને આઈફોન-13 કર્યા ગિફટ, ભાજપ ધારાસભ્યોએ કર્યા પરત
CM Ashok Gehlot (File Image)

Follow us on

ગઈકાલે કોંગ્રેસ સતાઘારી અશોક ગેહલોત (Ashok Gehlot)ની સરકારે વર્ષ 2022-23 અંતર્ગત બજેટ જાહેર કર્યું છે. ત્યારબાદ તમામ ધારાસભ્યોને આઈફોન-13 (Iphone 13) ગિફટ કર્યા હતા. વિપક્ષ ભાજપના ધારાસભ્યો દ્વારા આ ગિફટ સરકારને પરત કરવામાં આવી છે. જેમાં એક આઈફોનની કિંમત અંદાજે રુ. 70,000 હોવાનું જણાઈ રહ્યું છે. આ અંગે રાજસ્થાન (Rajasthan Government) ભાજપ પ્રમુખ સતીષ પુનિયાએ જણાવ્યું કે, ગુલાબ કટારીયા અને અન્ય ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા બાદ ભાજપે આ નિર્ણય રાજ્ય સરકારને આર્થિક બોજો ન પડે તે માટે લીઘો છે.

અત્રે રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસ સરકારે વર્ષ 2021માં બજેટ રજૂ કર્યા બાદ તમામ 200 ધારાસભ્યોને આઈ-પેડ પણ ભેટમાં આપ્યા હતા. રાજસ્થાનનું વર્ષ 2022-23નું બજેટ ગઈકાલે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને સત્ર પૂર્ણ થયા બાદ તમામ ધારાસભ્યોને આઈફોન-13 સાથે એક બ્રિફકેસ પણ આપવામાં આવી હતી.

આ અંગે રાજ્ય સરકારે જણાવ્યું કે અમે વિઘાનસભાને પેપરલેસ બનાવવાનો નિર્ણય લીધો છે. આ માટે આઈફોન-13 ખૂબ ઉપયોગી નિવડશે. જેનાથી આપણો કિંમતી સમય પણ બચશે અને નવી ટેકનોલોજીની પણ આવશ્યકતા આગળ જતા પડવાની જ છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

ભાજપના ધારાસભ્ય વાસુદેવ દેવનાનીએ આ અંગે કહ્યું કે એ સારી બાબત છે કે રાજસ્થાન સરકારે પેપરલેસ થઈને હાઈટેક બનવાનો નિર્ણય લીધો છે, પરંતુ એક આઈફોન પર આટલી મોટી રકમનો ખર્ચ કરવો, તે પણ જ્યારે રાજ્યની અર્થવ્યવસ્થા ખરાબ પરિસ્થિતિમાં છે, તે બિલકુલ વ્યાજબી નથી. તેમણે આગળ જણાવ્યું કે આજરોજ રાજ્ય સરકાર દ્વારા 5 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને આ વર્ષે મહેસુલ પણ ઓછું મળ્યું હોવાથી આવા તાયફાઓ કરવા કેટલે અંશે યોગ્ય છે? અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન વિઘાનસભામાં 200માંથી 71 જેટલા ભાજપના ધારાસભ્યો છે.

 

આ પણ વાંચો: Mumbai : જુહુ બંગલા કેસમાં અમિતાભ બચ્ચનને મોટી રાહત, કોર્ટે આપ્યો 2 અઠવાડિયાનો સમય

આ પણ વાંચો: Tech News: હાઈકોર્ટનો મોટો નિર્ણય, WhatsApp ગ્રુપમાં વાંધાજનક મેસેજ માટે એડમિન જવાબદાર રહેશે નહીં

આ પણ વાંચો: Russia Ukraine war: ભારતીયો માટે વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી, નાગરીકોને પરત લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે

Next Article