અગાઉની સરકારોએ પંચાયતોની સાથે ભેદભાવ કર્યો, ભાજપ સરકારે પંચાયતો માટે બજેટ વધાર્યુ: વડાપ્રધાન મોદી

|

Apr 24, 2023 | 2:24 PM

પીએમ મોદીએ કહ્યું કે, અગાઉની સરકારો દરમિયાન પંચાયતો માટે બજેટ 17,000 કરોડ રૂપિયાથી ઓછું હતું. પરંતુ ભાજપ સરકારે તેને વધારીને 2 લાખ કરોડ રૂપિયાથી વધુ કરી દીધુ છે.

અગાઉની સરકારોએ પંચાયતોની સાથે ભેદભાવ કર્યો, ભાજપ સરકારે પંચાયતો માટે બજેટ વધાર્યુ: વડાપ્રધાન મોદી
PM Modi in Rewa

Follow us on

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર આયોજિત પંચાયતી રાજ સંમેલન કાર્યક્રમમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના રીવા પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે 17 હજાર કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપી. આ દરમિયાન, તેમણે કાર્યક્રમને સંબોધિત કર્યો અને દેશની 2.5 લાખથી વધુ પંચાયતોને ‘રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ’ની શુભેચ્છા પાઠવી.

30 લાખથી વધુ પંચાયત પ્રતિનિધિઓ મારી સાથે વર્ચ્યુઅલ રીતે જોડાયેલા: PM Modi

કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે 30 લાખથી વધુ પંચાયત પ્રતિનિધિઓ મારી સાથે વર્ચ્યુઅલ રીતે જોડાયેલા છે. આ દેશની લોકશાહીની ખૂબ જ મજબૂત તસવીર છે. આ દરમિયાન તેમણે વિરોધીઓ પર નિશાન સાધ્યું અને અગાઉની સરકારો પર પંચાયતો સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો.

આ પણ વાંચો: દરેક સ્પોર્ટસની વિવિધ સ્પર્ધાઓ માટે અલગ-અલગ રણનીતિઓ બનાવો, PM મોદીએ રમતગમત મંત્રાલયોને આપી સલાહ

અગાઉની સરકારો દરમિયાન પંચાયતો માટે બજેટ 70,000 કરોડ રૂપિયાથી ઓછું હતું

પીએમ મોદીએ કહ્યું કે, અગાઉની સરકારો દરમિયાન પંચાયતો માટે બજેટ 70,000 કરોડ રૂપિયાથી ઓછું હતું. પરંતુ ભાજપ સરકારે તેને વધારીને 2 લાખ કરોડ રૂપિયાથી વધુ કરી દીધુ છે. ગ્રામીણ ભારતના જીવનને સરળ બનાવવા માટે સરકાર દ્વારા જે પણ યોજનાઓ બનાવવામાં આવી છે, અમારી પંચાયતો તેને સંપૂર્ણ સમર્પણ સાથે જમીન પર સાકાર કરી રહી છે.

કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર પંચાયત રાજ વ્યવસ્થાને મજબૂત કરવા માટે કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, પીએમ નરેન્દ્ર મોદીએ રીવામાં ‘રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ 2023’ના અવસર પર અનેક વિકાસ પ્રોજેક્ટ્સના પ્રદર્શનની સમીક્ષા કરી હતી. તેમાં અમૃત સરોવર અને સ્વામિત્વ યોજના સહિત અનેક વિકાસ યોજનાઓનો સમાવેશ થાય છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 2:19 pm, Mon, 24 April 23

Next Article