બિરસા મુંડા જન્મ જયંતિની આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવણી, શું આદિવાસી શાળાના બાળકો પર તેની વાસ્તવિક અસર પડશે ?

|

Nov 17, 2021 | 1:42 PM

શું તમે તમારી શાળામાં આદિવાસી હિરો અને સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડા (Birsa Munda) વિશે વાંચ્યું છે ? હકીકતમાં, આદિવાસીઓનું યોગદાન એવી રીતે ભૂંસી નાખવામાં આવ્યું છે કે આ માટે માત્ર શિક્ષકો અને લેખકોને દોષી ઠેરવવાનો કોઈ અર્થ નથી.

બિરસા મુંડા જન્મ જયંતિની આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવણી, શું આદિવાસી શાળાના બાળકો પર તેની વાસ્તવિક અસર પડશે ?
Birsa Munda (File Photo)

Follow us on

લેખક-ચિંતન ગિરીશ મોદી

14 નવેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “જેમ આપણે 15મી ઓગસ્ટ, 26 જાન્યુઆરી, ગાંધી જયંતિ અને સરદાર પટેલ જયંતિ ઉજવીએ છીએ, તેવી રીતે 15મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવીશું. વધુમાં પ્રધાનમંત્રીએ (PM Modi) જણાવ્યુ હતુ કે,આપણે તે દિવસે ભવ્ય આદિવાસી સંસ્કૃતિ અને રાષ્ટ્રના વિકાસમાં તેમના યોગદાનની ઉજવણી કરીશું.” આ સાથે તેમણે ઝારખંડમાં ભગવાન બિરસા મુંડા મેમોરિયલ ગાર્ડન (Birsa Munda Memorial Garden) અને મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કર્યું હતુ.

આ વિદ્રોહનું નેતૃત્વ બિરસા મુંડાએ કર્યું હતું

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

આદિવાસી વિસ્તારોમાં (Triabal Area) પણ અંગ્રેજોના શાસનને ખતમ કરવા ઘણા વિદ્રોહ થયા હતા અને આ વિદ્રોહનું નેતૃત્વ બિરસા મુંડાએ કર્યું હતું. તેમને ‘મહારાણી રાજ ટુંડુ જાના ઓરો અબુઆ રાજ એતે જાના’ સુત્ર માટે યાદ કરવામાં આવે છે. આ સૂત્ર બ્રિટિશ સંસ્થાનવાદની કાયદેસરતા પર સવાલ ઉઠાવે છે. આ સૂત્રનો અર્થ છે: “રાણીના શાસનનો અંત કરો, અને ચાલો આપણે આપણા રાજ્યને ફરીથી સ્થાપિત કરીએ !” તેઓ બ્રિટિશ મિશનરીઓ વિરુદ્ધ હતા અને તેમણે ખ્રિસ્તી ધર્મનો ત્યાગ કરીને ‘બિરસાઇટ’ નામના નવા ધર્મની સ્થાપના કરી હતી.

PM મોદીએ બિરસા મુંડાની જન્મજયંતિની સરખામણી રામ-કૃષ્ણ સાથે કરી 

પીએમ મોદીએ ધાર્મિક નેતા બિરસા મુંડાની પ્રશંશા કરીને તેમણે તેમના જન્મદિવસની સરખામણી રામ નવમી અને કૃષ્ણ જન્માષ્ટમી સાથે કરી હતી. રાજકીય નિષ્ણાતો આગામી દિવસોમાં પીએમની જાહેરાતોના રાજકીય સંદર્ભનું વિશ્લેષણ કરશે. પરંતુ ભૂતપૂર્વ શિક્ષક હોવાને કારણે, હું આને એક નોંધપાત્ર તક માનું છું. બિરસા મુંડા લાંબા સમયથી રાષ્ટ્રીય નેતાને (National Leader) બદલે સ્થાનિક નેતા ગણાય છે. તેથી જ અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે શિક્ષકોએ આ નેતા વિશે વિદ્યાર્થીઓને વધુ કહેવાનુ ઉચિત ન માન્યુ.

જ્યારે મેં મહાશ્વેતા દેવીનું પુસ્તક, ઇટોઆ મુંડા વોન ધ બેટલ (1989) વાંચ્યું ત્યારે મેં આ વિશે વિચારવાનું શરૂ કર્યું. આ પુસ્તક નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ બાળકો માટે લખાયેલ કાલ્પનિક સાહિત્ય પર આધારિત પુસ્તક છે. જેમાં આદિવાસી છોકરો ઇટોઆ હોવાનું જણાવાયું છે. તે તેના દાદા મંગલ સાથે હાથીના ઘરમાં રહે છે. મંગલને આશા છે કે ઇટોઆનું ઔપચારિક શિક્ષણ તેને મજબૂત બનાવશે અને તે ગામના વડીલો અને સરકારી અધિકારીઓના અત્યાચાર સામે લડી શકશે.

આદિવાસી બાળકો શું અનુભવતા હશે ?

આ પુસ્તક વાંચતી વખતે, મેં વિચાર્યું કે આદિવાસી બાળકો જે શાળાઓમાં તેમના તહેવારો, તેમની સાંસ્કૃતિક પરંપરાઓ અને તેમના નેતાઓનો કોઈ ઉલ્લેખ નથી, ત્યાં કેવુ અનુભવતા હશે ? પુસ્તકમાં લેખકે તારીખોનો ઉલ્લેખ કર્યો છે જે ઇટોઆ અને તેના સમુદાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મહાશ્વેતા દેવીની નવલકથા અરણ્યર અધિકાર (1977), જેને 1979માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો, તે બિરસા મુંડાના જીવન પર કેન્દ્રિત છે. તે કે.એસ. સિંહની મૂળ કૃતિ, ડસ્ટ-સ્ટોર્મ એન્ડ હેંગિંગ મિસ્ટઃ સ્ટોરી ઓફ બિરસા મુંડા એન્ડ હિઝ મૂવમેન્ટ (1966) પર આધારિત છે. દેવીથી પ્રેરિત થઈને કે. સિંહે તેમના કાર્યમાં સુધારો કર્યો અને 1983માં તેમણે બિરસા મુંડા અને તેમની ચળવળ 1874–1901ની છોટાનાગપુરમાં એક સહસ્ત્રાબ્દી ચળવળનો અભ્યાસની નવી આવૃતિ બહાર પાડી.

આ અધિકારીએ મુંડાઓની પરંપરામાં રસ દાખવ્યો

તમને જણાવી દઈએ કે, કે.એસ. સિંહ એક IAS અધિકારી હતા, જેઓ છોટાનાગપુરના કમિશનર હતા અને ભારતના માનવશાસ્ત્રીય સર્વેક્ષણના ડિરેક્ટર-જનરલ પણ હતા. સિંહે જણાવ્યુ કે તેમણે આ અભ્યાસ તેમના કાર્યકાળ દરમિયાન ઓગસ્ટ 1960 અને ડિસેમ્બર 1962 ની વચ્ચે કર્યો હતો, જ્યારે તેઓ પેટા વિભાગના પ્રભારી અધિકારી હતા, જ્યાં મુંડા આદિવાસીઓ મુખ્યત્વે રહે છે.અધિકારી તરીકે કે.એસ.સિંઘની જવાબદારી કલ્યાણ અને વિકાસ યોજનાઓ પર નજર રાખવાની હતી. તેમ છતાં તેને મુંડાઓની પરંપરામાં રસ દાખવ્યો.

આદિવાસી શાળાના બાળકોના જીવન પર શું વાસ્તવિક અસર પડશે ?

બિરસા મુંડાના જન્મદિવસને આદિવાસી ગૌરવ દિવસ(Tribal Pride day)  તરીકે ઉજવવાના મોદીના પ્રયાસોની આદિવાસી શાળાના બાળકોના જીવન પર શું વાસ્તવિક અસર પડશે ? શું આ ઉત્સવમાં આવા પ્રયાસોનો સમાવેશ કરી શકાય કે જે શાળાના સંચાલકો અને શિક્ષકોને આદિવાસી જીવનનો આદર કરવા પ્રેરણા આપે ?

 

આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે ખુશખબર : IIT એ નવી શિક્ષણ નીતિ હેઠળ આઠ વર્ષનો નવો અભ્યાસક્રમ કર્યો તૈયાર, જાણો અભ્યાસક્રમની તમામ વિગત

આ પણ વાંચો: કોરોનામાં આંશિક રાહત : છેલ્લા 527 દિવસોમાં સૌથી ઓછા એક્ટિવ કેસ, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

Next Article