Bihar: નીતિશ કેબિનેટનું શપથ ગ્રહણ આવતીકાલે, મંત્રીઓની અંતિમ યાદી તૈયાર, જાણો કયા નેતાઓને મળ્યું સ્થાન

|

Aug 15, 2022 | 4:31 PM

નીતીશ કેબિનેટનું વિસ્તરણ આવતીકાલે (16 ઓગસ્ટ) સાંજે 4.30 કલાકે થશે. તમામ નવા મંત્રીઓને રાજભવનમાં શપથ લેવડાવવામાં આવશે. જેમાં JDU તરફથી 12 મંત્રીઓ હશે જ્યારે RJD તરફથી 16 મંત્રી હશે.

Bihar: નીતિશ કેબિનેટનું શપથ ગ્રહણ આવતીકાલે, મંત્રીઓની અંતિમ યાદી તૈયાર, જાણો કયા નેતાઓને મળ્યું સ્થાન
NITISH KUMAR - TEJASHWI YADAV

Follow us on

બિહારમાં આરજેડી (RJD) ગઠબંધનની નીતીશ (Nitish Kumar) સરકારમાં મંત્રીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. નીતીશ કેબિનેટનું વિસ્તરણ આવતીકાલે (16 ઓગસ્ટ) સાંજે 4.30 કલાકે થશે. તમામ નવા મંત્રીઓને રાજભવનમાં શપથ લેવડાવવામાં આવશે. જેમાં JDU તરફથી 12 મંત્રીઓ હશે જ્યારે RJD તરફથી 16 મંત્રી હશે. બીજી તરફ કોંગ્રેસને ત્રણ મંત્રી પદ મળ્યા છે, જેમાંથી બે નેતા શકીલ અહેમદ અને રાજેશ કુમાર આવતીકાલે શપથ લેશે. કોંગ્રેસ એક બેઠક ખાલી રાખશે. સીપીઆઈ-એમએલએ સરકારને બહારથી સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. હમ અને અપક્ષને પણ એક-એક સીટ મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેડીયુના મોટાભાગના જૂના ચહેરા કેબિનેટમાં સામેલ થશે. જો ઉપેન્દ્ર કુશવાહાને પણ મંત્રી પદ મળી શકે છે તો એક-બે ચહેરા બદલાઈ પણ શકે છે.

મંત્રીપદના સંભવિત ચહેરાઓ

જેડીયુના મંત્રીઓમાં વિજેન્દ્ર યાદવ, વિજય ચૌધરી, શ્રવણ કુમાર, અશોક ચૌધરી, સંજય ઝા, જયંત રાજ, લેસી સિંહ, જામા ખાન, સુનીલ કુમાર, મદન સાહની, શીલા મંડલ સામેલ થઈ શકે છે. આરજેડીના અવધ બિહારી ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ હશે. બીજી તરફ સંભવિત મંત્રીઓમાં તેજ પ્રતાપ યાદવ, સુરેન્દ્ર યાદવ, ચંદ્રશેખર, શશિ ભૂષણ સિંહ, કાર્તિક સિંહ, કુમાર સર્વજીત, ભૂદેવ ચૌધરી, અખ્તરુલ ઈસ્લામ શાહીન, શાહનવાઝ, સમીર મહાસેઠ, અનીતા દેવી, આલોક મહેતા, રાહુલ તિવારી, સુધાકર સિંહ, અનિલ સાહનીનું નામ નિશ્ચિત હોવાનું મનાય છે.

લાલુ યાદવ શપથ ગ્રહણમાં હાજરી આપશે

આ સાથે જ આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા પટના આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે લાલુ યાદવ આજે પટના પરત ફરી રહ્યા છે. બિહારમાં મહાગઠબંધનની સરકાર બન્યા બાદ લાલુ પ્રસાદ યાદવ પહેલીવાર પટના આવી રહ્યા છે. માનવામાં આવે છે કે લાલુ આરજેડીના મંત્રીઓની યાદી પર અંતિમ મહોર લગાવશે. આ પછી શક્ય છે કે નીતિશ સરકારમાં સામેલ થનારા આરજેડી ક્વોટાના મંત્રીઓના નામ સામે આવે. આ સાથે જ લાલુ યાદવ મંગળવારે યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજરી આપી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

લાલુ યાદવની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી

તમને જણાવી દઈએ કે ગયા મહિને તે પડી ગયા હતા. આ પછી ખભાનું હાડકું તૂટી જતા લાલુ પ્રસાદને પટનાની પારસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પારસ હોસ્પિટલમાં લાલુ પ્રસાદની તબિયતમાં સુધારો ન થતાં તેમને દિલ્હી એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Published On - 4:31 pm, Mon, 15 August 22

Next Article