સીએમ નીતીશના જનતા દરબાર બાદ જીતનરામ માંઝીના ઘરમાં કોરોના વિસ્ફોટ, પૂર્વ સીએમ-પત્ની, પુત્રી અને પુત્રવધૂનો રિપોર્ટ પોઝિટિવ

|

Jan 03, 2022 | 6:13 PM

જીતન રામ માંઝી અને તેમના પરિવાર સહિત 18 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રીના પત્ની શાંતિ દેવી, તેમની પુત્રી પુષ્પા, પુત્રવધૂ દીપા માંઝી, PA ગણેશ પંડિત પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

સીએમ નીતીશના જનતા દરબાર બાદ જીતનરામ માંઝીના ઘરમાં કોરોના વિસ્ફોટ, પૂર્વ સીએમ-પત્ની, પુત્રી અને પુત્રવધૂનો રિપોર્ટ પોઝિટિવ
Bihar Former Chief Minister - Jitan Ram Manjhi

Follow us on

બિહારમાં કોરોનાના કેસમાં (Corona Cases) જબરદસ્ત વધારો થઈ રહ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના (Chief Minister Nitish Kumar) જનતા દરબારમાં (Janta darbar) 14 લોકો પોઝિટિવ મળ્યા બાદ હવે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝી (Former Bihar Chief Minister Jitan Ram Manjhi) કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. હિન્દુસ્તાની આવામ મોરચાના પ્રમુખ જીતન રામ માંઝીના ઘરમાં કોરોના વિસ્ફોટ થયો છે.

જીતન રામ માંઝી અને તેમના પરિવાર સહિત 18 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રીના પત્ની શાંતિ દેવી, તેમની પુત્રી પુષ્પા, પુત્રવધૂ દીપા માંઝી, PA ગણેશ પંડિત પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જીતન રામ માંઝી તેમજ પરિવારના અન્ય સભ્યો અને સુરક્ષા કર્મચારીઓ પણ સંક્રમિત જોવા મળ્યા છે.

લોકદરબાર બંધ કરવા સૂચન કરાયું હતું

સંક્રમિત જણાયા પહેલા જીતનરામ માંઝીએ મુખ્યમંત્રી નીતિશ કુમારને જનતા દરબાર બંધ કરવાનું સૂચન કર્યું હતું. માંઝીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીને જનતા દરબારનો કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત રાખવા વિનંતી કરવામાં આવી છે. રાજ્યના હિતમાં આ એક અસરકારક નિર્ણય હશે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

જનતા દરબારમાં 14 લોકો કોરોના પોઝિટિવ

જીતન રામ માંઝીએ આ સૂચન ત્યારે આપ્યું હતું જ્યારે સોમવારે મુખ્યમંત્રી નીતિશ કુમારના જનતા દરબારમાં 14 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જનતા દરબારમાં હાજરી આપનાર 6 ફરિયાદી, 3 કોન્સ્ટેબલ અને 5 હોટલ કર્મચારીઓ પોઝીટીવ મળી આવ્યા હતા. આ પછી માંઝીએ સીએમને જનતા દરબારનું આયોજન ન કરવાની સલાહ આપી હતી.

રવિવારે 352 પોઝિટિવ કેસ નોંધાયા હતા

તમને જણાવી દઈએ કે બિહારમાં કોરાનના કેસોમાં ઝડપથી વધારો થયો છે. છેલ્લા છ દિવસમાં બિહારમાં કોરોનાના કેસોમાં 750%નો ઉછાળો નોંધાયો છે. એકલા રવિવારે 352 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 84 NMCHના ડૉક્ટરો છે. તો પટના હાઈકોર્ટના ન્યાયાધીશો અને કેટલાક વકીલોને પણ ચેપ લાગ્યો છે. અહીં સુનાવણી દરમિયાન કોર્ટે મૌખિક રીતે કહ્યું કે પટના હાઈકોર્ટના કેટલાક જજ અને કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેથી મંગળવારથી હાઇકોર્ટમાં કામકાજ વર્ચ્યુઅલ રીતે થશે.

 

આ પણ વાંચો : મહિલાઓને દર મહિને 2 હજાર અને ધોરણ 12 પાસ કરનાર દરેક વિદ્યાર્થીનીને 20 હજાર રૂપિયા મળશે, પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુની ચૂંટણી જાહેરાત

આ પણ વાંચો : ઉત્તરાખંડમાં કેજરીવાલની જાહેરાત, સરકાર બનશે તો શહીદોના પરિવારને 1 કરોડની સન્માન રકમ અને ભૂતપૂર્વ સૈનિકોને મળશે નોકરી

Next Article