Bihar Election Result 2025: લોકગાયક મૈથીલી ઠાકુર, ખેસારી લાલ યાદવ, અને રિતેશ પાંડેય- આ ત્રણ કલાકારોમાંથી કોણ જીત તરફ આગળ?

Bihar election 2025 celebrity candidates result: બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં સેલિબ્રિટી ઉમેદવારોની એન્ટ્રીએ ચૂંટણી પરિણામોને વધુ રસપ્રદ બનાવી દીધા છે. ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ, લોકપ્રિય ગાયક રિતેશ પાંડેય અને લોક ગાયિકા મૈથિલી ઠાકુર આ ત્રણેય ઉમેદવારો તરીકે મેદાનમાં ઉતરીને હેડલાઇન્સમાં છવાયેલા રહ્યા છે. તો આ વખતેની ચૂંટણીમાં પણ સૌથી મોટો સવાલ એ જ છે કે આ ત્રણમાંથી કોણ જીતશે અને કોણ હારશે?

Bihar Election Result 2025: લોકગાયક મૈથીલી ઠાકુર, ખેસારી લાલ યાદવ, અને રિતેશ પાંડેય- આ ત્રણ કલાકારોમાંથી કોણ જીત તરફ આગળ?
| Updated on: Nov 14, 2025 | 1:59 PM

Bihar election 2025 celebrity candidates Result: બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં સેલિબ્રિટી ઉમેદવારોની એન્ટ્રીએ માત્ર રાજકીય તાપમાન જ નથી વધાર્યું પરંતુ ચૂંટણી સમીકરણો પણ બદલાતા દેખાઈ રહ્યા છે. તેજસ્વીની RJDમાંથી ખેસારી લાલ યાદવ, પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીમાંથી રિતેશ પાંડે અને ભારતીય જનતા પાર્ટીમાંથી મૈથિલી ઠાકુર જેવા મોટા નામ ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે. હવે, મત ગણતરી સાથે, આ ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય સ્પષ્ટ થતુ દેખાઈ રહ્યું છે.

  • અલીનગર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મૈથિલી ઠાકુર 11મા રાઉન્ડમાં 8,600 મતોથી આગળ છે
  • કરગહર સીટથી રિતેશ પાંડેય ચોથા સ્થાને, જ્યારે જેડીયુના બશિષ્ઠ સિંહ આગળ છે
  • આરજેડી નેતા ખેસારી લાલ યાદવ પાછળ રહી ગયા છે તો ભાજપના છોટી કુમારી આગળ છે.
  • અલીનગર સીટ પર કાઉન્ટીંગના છ રાઉન્ડ પૂર્ણ થયા છે, અને જેડીયુના મૈથિલી ઠાકુર 8,544 મતોથી આગળ છે.

ભોજપુરી સુપરસ્ટારની ખેસારી લાલ પાછળ

ભોજપુરી ફિલ્મ ઉદ્યોગના સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ 2025 ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચિત ચહેરાઓમાંના એક છે. તેમના વિશાળ ચાહક વર્ગનો આધાર અને જનસંપર્ક ક્ષમતાને કારણે તેમની ઉમેદવારી હાઇ-વોલ્ટેજ માનવામાં આવે છે. ખેસારીની લોકપ્રિયતા ગામડાઓથી શહેરો સુધી જોવા મળી હતી. આ જ કારણે તેમને ચૂંટણી સ્પર્ધામાં મજબૂત દાવેદાર માનવામાં આવ્યા, અને આરજેડીએ તેમને છપરા વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી, પરંતુ તેઓ હાલમાં કાઉન્ટીંગમાં પાછળ ચાલી રહ્યા છે.

લોકપ્રિય ગાયકનું રાજકીય ડેબ્યુ

ભોજપુરી સંગીતના ભોજપુરી ગાયક રિતેશ પાંડે પણ ઉમેદવાર તરીકે આ ચૂંટણી લડી રહ્યા છે. તેમની સરળ છબી, યુવાનોમાં લોકપ્રિયતા અને સંગીત જગતમાં તેમની ઓળખને કારણે, તેમની એન્ટ્રીએ સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવી. રિતેશ પાંડેએ પહેલી વાર રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને વ્યાપક સમર્થન મેળવ્યું છે. તેઓ જનસુરાજ ટિકિટ પર કરગહર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જોકે, તેઓ પોતાની બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે.

લોક ગાયિકામાંથી નેતા બની મૈથિલી મૈથિલી

લોક -ગાયિકા મૈથિલી ઠાકુર આ ચૂંટણીમાં યુવાનોમાં એક મુખ્ય આકર્ષણ બની છે. તેઓ ભાજપની ટિકિટ પર દરભંગા જિલ્લાની અલીનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમની લોકપ્રિયતા, તેમની ઓળખ અને બિહાર સાથેનું ગાઢ જોડાણ તેમને એક મજબૂત ઉમેદવાર તરીકે સ્થાપિત કરે છે. પહેલી વાર ચૂંટણી લડી રહેલી મૈથિલી ઠાકુર યુવા મતદારોને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરી રહી છે. હાલમાં, તેઓ કાઉન્ટીંગમાં આગળ ચાલી રહ્યા છે.

1985 પછી ક્યારેય વિધાનસભાની ચૂંટણી ન લડનારા નીતિશ કુમાર કેવી રીતે બન્યા બિહારના મુખ્યમંત્રી?