Breaking News : પાકિસ્તાન વિરુદ્ધ મોટા પુરાવા મળ્યા, પહેલગામ આતંકી હુમલો કરનારા શંકાસ્પદ ત્રાસવાદી કેમેરામાં કેદ

પહેલગામના બૈસરન આતંકી હુમલો કરીને 26 નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારનારા કટ્ટર ત્રાસવાદી એક પ્રવાસીના મોબાઈલના વીડિયોમાં કેદ થયા છે. આ પ્રવાસીએ સમગ્ર વીડિયોની જાણકારી પહેલાગામ આતંકી હુમલાની તપાસ કરતી ઉચ્ચ સુરક્ષા એજન્સી NIAને આપી છે.

Breaking News : પાકિસ્તાન વિરુદ્ધ મોટા પુરાવા મળ્યા, પહેલગામ આતંકી હુમલો કરનારા શંકાસ્પદ ત્રાસવાદી કેમેરામાં કેદ
| Edited By: | Updated on: Apr 27, 2025 | 10:00 AM

ગત મંગળવાર અને 22મી એપ્રિલના રોજ પહેલગામ બૈસરન ખાતે કટ્ટર આતંકવાદીઓએ લોકોનો ધર્મ પુછી પુછીને 26 નિર્દોષ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. કાશ્મીરમાં પણ તેમની મુખ્ય રોજીરોટી સમાન પ્રવાસીઓ ઉપર કરાયેલા હિચકારા હુમલાના વિરોધમાં ઉગ્ર દેખાવ કરાયા હતા.

પહેલગામ બૈસરન આતંકી ઘટના પાકિસ્તાન પ્રેરિત હોવાનુ પ્રાથમિક રીતે સાબિત થતા જ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક પગલાંઓ લીધા છે. આતંકી આ ઘટનાની તપાસ દેશની ઉચ્ચ સુરક્ષા એજન્સી NIAને સોંપવામાં આવી છે. આ સંજોગોમાં હવે એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં શંકાસ્પદ બે આતંકવાદીઓ મોબાઈલ વીડિયોમાં કેદ થયા છે. જે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર હોવાની સાથેસાથે આતંકીઓના સગડ મેળવવામાં મોટી કડી સમાન રહેશે.

ત્રાસવાદી હુમલા બાદ હુમલાખોર આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ હવે આ શંકાસ્પદ આતંકવાદીઓ કેમેરામાં કેદ થયા હોવાની વિગતો સામે આવી છે. મહારાષ્ટ્રમાં એક પ્રવાસીના મોબાઇલ ફોનમાં આ શંકાસ્પદ આતંકવાદીઓ કેદ થયા છે.

માવલના પ્રવાસી શ્રીજીત રમેશે આ સંદર્ભમાં NIAને સંપૂર્ણ જાણકારી આપી છે. મહારાષ્ટ્રના આ પ્રવાસી પહેલગામ ગયા હતા, જ્યાં તેઓ તેમની પુત્રીનો એક વીડિયો બનાવી રહ્યા હતા, ત્યારે શંકાસ્પદ આતંકવાદીઓ તેમા કેદ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વીડિયો હાલમાં NIAને સોંપવામાં આવ્યો છે અને NIAએ વીડિયોને આધારે તપાસ શરૂ કરી દીધી છે.

શ્રીજીત રમેશે શું કહ્યું?

શંકાસ્પદ આતંકવાદીઓને મોબાઈલ વીડિયોમાં કેદ કરનારા મહારાષ્ટ્રના પ્રવાસી શ્રીજીતે કહ્યું કે, જ્યારે હું ત્યાં ગયો ત્યારે હું મારી છ વર્ષની દીકરી સાથે રીલ્સ બનાવવા માટે એક વીડિયો શૂટ કરી રહ્યો હતો. અમે આ વીડીયો શૂટ કર્યો, પછી અમે ત્યાંથી પરત ફર્યા, ગુલમર્ગ ગયા, અને પછી પુણે પાછા ફર્યા. પુણે પહોંચ્યા પછી મને આ હુમલાની ખબર પડી.

આ દરમિયાન આતંકવાદીઓના સ્કેચ બહાર પાડવામાં આવ્યા, અને અમને એવું લાગ્યું કે અમે સ્કેચમાં જે ચહેરા છે તેમને ક્યાંક જોયા છે. આથી મેં પહેલગામના મારા પ્રવાસ દરમિયાન મોબાઈલમાં ઉતારેલા બધા વીડિયો ચેક કર્યા. તેમાં, અમે જોયું કે આ બંને આતંકવાદીઓને મોબાઈલ કેમરાના વીડિયોમાં આવ્યા હતા. રમેશે કહ્યું કે અમે તેનું ચિત્ર જોયું હતું, તેથી અમને ખાતરી થઈ ગઈ કે આ એ જ સ્કેચવાળા ચહેરા ધરાવનારા છે.

મંગળવારે આતંકવાદી હુમલો થયો હતો, જ્યારે આતંકવાદીઓએ ત્યાં પહોંચેલા પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો અને તેમને તેમના નામ પૂછ્યા હતા. આ ઘટનામાં સત્તાવાર રીતે 26 લોકોના મોત થયા હતા. જે બાદ હવે ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે.

જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.