Breaking News : ભારતમાં YouTubeની મોટી કાર્યવાહી, 22 લાખથી વધારે વીડિયો હટાવ્યા

|

Mar 27, 2024 | 11:16 AM

લોકપ્રિય વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTube એ સમગ્ર વિશ્વમાં મોટી કાર્યવાહી કરી છે અને 90 લાખથી વધુ વીડિયો દૂર કર્યા છે. સૌથી વધુ અસર ભારતમાં જોવા મળી હતી જ્યાં YouTube પરથી 22.5 લાખથી વધુ વીડિયો દૂર કરવામાં આવ્યા હતા.

Breaking News : ભારતમાં YouTubeની મોટી કાર્યવાહી, 22 લાખથી વધારે વીડિયો હટાવ્યા

Follow us on

લોકપ્રિય વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTube એ સમગ્ર વિશ્વમાં મોટી કાર્યવાહી કરી છે અને 90 લાખથી વધુ વીડિયો દૂર કર્યા છે. સૌથી વધુ અસર ભારતમાં જોવા મળી હતી જ્યાં YouTube પરથી 22.5 લાખથી વધુ વીડિયો દૂર કરવામાં આવ્યા હતા. ગૂગલે યુટ્યુબની કોમ્યુનિટી ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરતા વીડિયો સામે આ કાર્યવાહી કરી છે. આ આંકડા ઓક્ટોબરથી ડિસેમ્બર 2023 વચ્ચેના છે. કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં વીડિયોને હટાવવાની માહિતી આપી છે.

ભારતમાં યુટ્યુબની સ્ટ્રાઈક

ગૂગલના ટ્રાન્સપરન્સી રિપોર્ટ મુજબ ગયા વર્ષે ઓક્ટોબર અને ડિસેમ્બર દરમિયાન કુલ 30 દેશોમાંથી સૌથી વધુ વીડિયો ભારતમાંથી હટાવવામાં આવ્યા હતા. આ પછી બીજા સ્થાને સિંગાપુર છે. જ્યાં 12.4 લાખ વીડિયો પર કાર્યવાહી કરવામાં આવી હતી. અમેરિકા 7.8 લાખ વીડિયો સાથે ત્રીજા સ્થાને છે. આ વીડિયોને YouTube ના સમુદાય દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ દૂર કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મે તેની પોસ્ટમાં જણાવ્યું છે કે મશીન લર્નિંગ અને હ્યુમન રીવ્યૂર્સ દ્વારા પોલીસી લાગુ કરવામાં આવે છે. જો સમુદાય દિશાનિર્દેશોના ઉલ્લંઘનને કારણે વિડિઓ દૂર કરવામાં આવે છે, તો તે સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. એટલે કે તમે દુનિયાના કોઈપણ ભાગમાં તે વીડિયો જોઈ શકશો નહીં.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

30 દેશમાંથી વીડિયો હટાવાયા

30 દેશોની યાદીમાં ઈરાક 41,176 વીડિયો રિમૂવલ સાથે છેલ્લા સ્થાને છે. યુટ્યુબના રિપોર્ટ અનુસાર 51.51 ટકા વીડિયો ત્યારે જ દૂર કરવામાં આવ્યા જ્યારે કોઈએ તેને જોયો ન હતો એટલે કે તેને શૂન્ય વ્યૂઝ મળ્યા હતા. 1 થી 10 વ્યુઝ સાથેના વીડિયોનો ભાગ 26.43 ટકા હતો. આ સિવાય 1.25 ટકા એવા વીડિયો હતા જેને 10,000થી વધુ વ્યૂઝ મળ્યા હતા.

હાનિકારક અને ખતરનાક વીડિયો હટાવાયા

સૌથી વધુ સંખ્યામાં હાનિકારક અને ખતરનાક વીડિયો ડિલીટ કરવામાં આવ્યા છે. આ કેટેગરીમાં કુલ ડિલીટ થયેલા વીડિયોમાં 39.2 ટકા હિસ્સો છે. આ પછી બાળકોની સુરક્ષાનું પાલન ન કરવાને કારણે ડિલીટ કરવામાં આવેલા વીડિયોનો 32.4 ટકા હતો. 7.5 ટકા હિંસક અને 5.5 ટકા ન્યૂડ વીડિયો હટાવ્યા છે.

Google ટ્રાન્સપરન્સી રિપોર્ટ અનુસાર 2023 સ્પૈમ કંટેટના કારણે 20 મિલિયનથી વધુ YouTube ચેનલો પણ કાઢી નાખવામાં આવી છે.જેમાં કૌભાંડો, ગેરમાર્ગે દોરનાર મેટાડેટા અથવા થંબનેલ, વીડિયો અને ટિપ્પણીનો સમાવેશ થાય છે.

 

Published On - 10:48 am, Wed, 27 March 24

Next Article