ભૂટાન સરકારે (Government of Bhutan) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નાગદાગ પેલજી ખોર્લો( Ngadag pel gi khorlo) એનાયત કરવાનો નિર્ણય લીધો છે. આ જાણકારી ભૂટાનના પીએમ (PM Bhutan) લોટે શેરિંગે આપી છે. શેરિંગે કહ્યું છે કે પીએમ મોદીએ વર્ષોથી બિનશરતી મિત્રતા નિભાવી છે અને કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન ખૂબ મદદ કરી છે. શેરિંગે કહ્યું કે તેમણે પીએમ મોદીને આધ્યાત્મિક વ્યક્તિ તરીકે જોયા છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને ભૂટાન વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો રહ્યા છે. ભારત ભૂટાનનું સૌથી મોટું વેપાર અને વિકાસ ભાગીદાર બનવાનું ચાલુ રાખે છે અને તેણે દેશના ઘણા વિકાસ પ્રોજેક્ટ્સને સમર્થન આપ્યું છે. આમાંથી 1020 મેગાવોટ તાલા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ, પારો એરપોર્ટ અને ભૂટાન બ્રોડકાસ્ટિંગ સ્ટેશન વગેરે અગ્રણી છે. હકીકતમાં, ભૂટાન સરકારે PM મોદીને ભૂતાનના સર્વોચ્ચ નાગરિક સન્માન Ngadag pel gi khorloથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. ભૂટાનના વડા પ્રધાન કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
માહિતી આપતાં, ભૂટાનના પીએમ કાર્યાલયે લખ્યું છે કે, ભૂટાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની બિનશરતી મિત્રતા, ભૂટાન માટે તેમના સમર્થન અને ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન મદદ કરવા બદલ તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. આગળ લખ્યું છે કે ભૂટાનના દરેક નાગરિક તેને આ માટે અભિનંદન પાઠવે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ પીએમ મોદીને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે.
Overjoyed to hear His Majesty pronounce Your Excellency Modiji’s @narendramodi name for the highest civilian decoration, Ngadag Pel gi Khorlo.https://t.co/hD3mihCtSv@PMOIndia@Indiainbhutan pic.twitter.com/HdZm5GozAR
— PM Bhutan (@PMBhutan) December 17, 2021
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ