AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય સેનાએ ઉખાડી ફેંક્યા ચીનનાં જાસુસી ઉપકરણ, ચુશૂલનાં બ્લેક ટોપની વાર્તા, નિશાન પર ચીનની સેના

પૂર્વ લદ્દાખમાં ચુશૂલ ખાતે ભારત અને ચીન સામસામે છે અને વાસ્તવિક નિયંત્રણ રેખાની સ્થિતિ અત્યંત તંગ છે. ચીનની સેના ભારતીય સેનાની ફાયરીંગ રેન્જમાં છે. દક્ષિણ પૈંગોંગ ત્શો વિસ્તારમાં ભારતે પોતાની સ્થિતિ મજબૂત કરી નાખી છે અને અનેક ટોચ પર કબજો કરી લીધો છે. બારતીય સેનાએ અહીંયા રહેલા ચીની સૈનિકોનાં ઉપકરણ પણ ઉખાડીને ફેંકી દીધા છે […]

ભારતીય સેનાએ ઉખાડી ફેંક્યા ચીનનાં જાસુસી ઉપકરણ, ચુશૂલનાં બ્લેક ટોપની વાર્તા, નિશાન પર ચીનની સેના
https://tv9gujarati.in/bhartiya-sena-uk…ainik-nisahn-par/
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:39 PM
Share

પૂર્વ લદ્દાખમાં ચુશૂલ ખાતે ભારત અને ચીન સામસામે છે અને વાસ્તવિક નિયંત્રણ રેખાની સ્થિતિ અત્યંત તંગ છે. ચીનની સેના ભારતીય સેનાની ફાયરીંગ રેન્જમાં છે. દક્ષિણ પૈંગોંગ ત્શો વિસ્તારમાં ભારતે પોતાની સ્થિતિ મજબૂત કરી નાખી છે અને અનેક ટોચ પર કબજો કરી લીધો છે. બારતીય સેનાએ અહીંયા રહેલા ચીની સૈનિકોનાં ઉપકરણ પણ ઉખાડીને ફેંકી દીધા છે અને બ્લેક ટોપ પર તો ચીનની સેના જ સીધી નિશાના પર છે.

વાતચીતની આડમાં ચીન પોતાની હરકતોથી બહાર નથી આવી રહ્યું  અને ચુશૂલ સેક્ટરમાં ધુસણખોરીની કોશિશ કરી હતી જો કે પહેલેથી જ ચુસ્ત ભારતીય સેનાએ તેમને જડબાતોડ જવાબ આપીને ભગાડી દીધા હતા. ભારતીય સેનાની બ્લેક ટોપ પર ચીનની સેના સાથે અથડામણ પણ થઈ હતી જો કે ભારતે અહીંયા મજબુત પકડ જમાવી લીધી છે. ત્યાં કબજો કરી લીધા બાદ દક્ષિણી પૈગોંગ ઝીલથી લઈને સ્પૈંગુર સુધી ભારતે પોતાની સ્થિતિ મજબુત કરી લીધી છે. ભારત અને ચીનની સેના એકબીજાથી થોડાક જ અંતર પર છે અને બંને વચ્ચે તણાવ ચરમસીમા પર પહોચી ગયો છે, સાથે જ બંને પક્ષે હથિયાર પણ મોટી સખ્યામાં છે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર સોમવારે ચીને ભારતની ચોકી પાસે પોઝીશન લેવાની કોશિશ કરી હતી પરંતુ તેમને ત્યાજ રોકી દેવામાં આવ્યા હતા, સ્પીકર પણ જ તેમને ચેતવણી આપી દેવામાં આવી હતી કે તે દુર ખસી જાય, સેના એ ત્યાં પોતાની T-90 ટેન્કને પણ તૈનાત કરી છે. બંને દેશ વચ્ચે સૈન્ય સ્તરની વાતચીત ચાલી રહી છે પરંતુ સૂત્રો કહી રહ્યા છે આ મુદ્દે કોઈ નક્કર રસ્તો નિકળી નથી રહ્યો.


Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">