Bharat Bandh: 28-29 માર્ચે ભારત બંધ રહેશે, રેલવે, બેંકિંગ સહિતના આ ક્ષેત્રો થઈ શકે છે પ્રભાવિત

ટ્રેડ યુનિયનોએ કોલસો, સ્ટીલ, ઓઈલ, ટેલિકોમ, પોસ્ટલ, ઈન્કમ ટેક્સ, કોપર, બેંક અને ઈન્સ્યોરન્સ સેક્ટરને હડતાળ અંગે સૂચના આપતી નોટિસ મોકલી છે.

Bharat Bandh: 28-29 માર્ચે ભારત બંધ રહેશે, રેલવે, બેંકિંગ સહિતના આ ક્ષેત્રો થઈ શકે છે પ્રભાવિત
Bharat Bandh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 8:32 PM

Bharat Bandh: વિવિધ ટ્રેડ યુનિયનોએ 28 અને 29 માર્ચે દેશવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે. સોમવાર અને મંગળવારે ભારત બંધ રહેશે. રેલ્વે, રોડવેઝ, ટ્રાન્સપોર્ટ અને વીજળી વિભાગના કર્મચારીઓએ પણ આ ભારત બંધને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. આ ભારત બંધ કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં બોલાવવામાં આવી રહ્યો છે, જેની ખરાબ અસર કર્મચારીઓ, ખેડૂતો અને સામાન્ય લોકો પર પડી રહી છે. ટ્રેડ યુનિયનોએ કોલસો, સ્ટીલ, ઓઈલ, ટેલિકોમ, પોસ્ટલ, ઈન્કમ ટેક્સ, કોપર, બેંક અને ઈન્સ્યોરન્સ સેક્ટરને હડતાળ અંગે સૂચના આપતી નોટિસ મોકલી છે.

ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને કહ્યું છે કે બેંકિંગ ક્ષેત્ર પણ આ હડતાળમાં ભાગ લેશે. જણાવી દઈએ કે 22 માર્ચ 2022ના રોજ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનના સંયુક્ત મંચની બેઠક બાદ દેશભરમાં હડતાલની જાહેરાત કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં ભારત બંધનું એલાન

ટ્રેડ યુનિયનોનું કહેવું છે કે તાજેતરમાં યોજાયેલી રાજ્યની ચૂંટણીના પરિણામોથી ઉત્સાહિત, કેન્દ્રની ભાજપ સરકારે નોકરીયાત લોકોના હિતોની વિરુદ્ધ નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. જેમાં EPF વ્યાજ દર 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કરવામાં આવ્યો છે, પેટ્રોલ, ડીઝલ, એલપીજી, કેરોસીન, સીએનજીના ભાવમાં અચાનક વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેમના મુદ્રીકરણ કાર્યક્રમ (પીએસયુ લેન્ડ બંડલ્સ) ને અમલમાં મૂકવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ મોંઘવારીની બગડતી પરિસ્થિતિ અને શેરબજારોમાં ઘટાડાને કારણે તેને રોકી દેવામાં આવ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટ્રેડ યુનિયનોએ તેમની બેઠકમાં સરકારની નીતિઓની ટીકા કરી હતી. બેઠકમાં સંયુક્ત કિસાન મોરચાની જાહેરાતનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે 28-29 માર્ચે ‘ગાંવ બંધ’નું આહ્વાન કર્યું છે. નિવેદન અનુસાર, બેઠકમાં કેન્દ્ર સરકારની મજૂર વિરોધી નીતિઓ વિરુદ્ધ હડતાળમાં જોડાવા માટે વિવિધ રાજ્ય સ્તરીય ટ્રેડ યુનિયનોને અપીલ કરવામાં આવી છે.

કામકાજ પર થઈ શકે છે અસર

ભારત બંધના કારણે બે દિવસ કામકાજ પ્રભાવિત થઈ શકે છે. ઘણા કામમાં અડચણ આવી શકે છે. સૌથી વધુ અસર બેંકિંગ પર જોવા મળી શકે છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 28-29 માર્ચના રોજ બેંકોના કામકાજને ઘણી હદ સુધી અસર થઈ શકે છે. ભારત બંધની અસર પરિવહન વ્યવસ્થા પર પણ જોવા મળી શકે છે. રેલવે પણ હડતાળમાં જોડાઈ શકે છે.

તમને જણાવી દઈએ કે કર્મચારીઓના સંગઠનોનું કહેવું છે કે તેઓ આ હડતાલ કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ કરી રહ્યા છે. બેંક યુનિયનો જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ સામે પોતાનો વિરોધ વ્યક્ત કરશે. સરકારે 2021ના બજેટમાં વધુ બે જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો :  દેશના આ શહેરોમાં રહે છે ધન કુબેરો, પણ આશ્ચર્યની વાત છે કે તેમા અમદાવાદ કે લખનઉ સામીલ નથી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">