Bhagwant Mann Oath Ceremony : ભગવંત માને સંભાળી પંજાબની કમાન, શહીદ ભગત સિંહના ગામમાં મુખ્યપ્રધાન તરીકે લીધા શપથ

|

Mar 16, 2022 | 3:16 PM

ભગવંત માને કહ્યું કે અમે પંજાબની શાળાઓ અને હોસ્પિટલોને એવી બનાવીશું કે બહારથી આવતા લોકો અહીંથી સેલ્ફી લઈને જશે.

Bhagwant Mann Oath Ceremony : ભગવંત માને સંભાળી પંજાબની કમાન, શહીદ ભગત સિંહના ગામમાં મુખ્યપ્રધાન તરીકે લીધા શપથ
Bhagwant Mann

Follow us on

ભગવંત માને (Bhagwant Mann) પંજાબમાં (Punjab) નવી રાજનીતિ શરૂ કરવાના વચન સાથે પંજાબના મુખ્યપ્રધાન (Chief Minister of Punjab) તરીકે શપથ લીધા છે. શપથ લીધા બાદ ભગવંત માને ભગત સિંહના ગામમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોને સંબોધિત પણ કર્યા હતા. ભગવંત માને કહ્યું કે લોકોએ મને જે પ્રેમ આપ્યો છે તેનું ઋણ હું ચૂકવી શકીશ નહીં. ભગવંત માને ક્રાંતિકારી ભગત સિંહનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ હંમેશા વિચારતા હતા કે દેશ આઝાદ થશે, પરંતુ તે કયા હાથમાં જશે. હવે અમે તેમનું સ્વપ્ન સાકાર કરીશું. ભગવંત માને કહ્યું કે અમે પંજાબની શાળાઓ અને હોસ્પિટલોને એવી બનાવીશું કે બહારથી આવતા લોકો અહીંથી સેલ્ફી લઈને જશે.

તેમણે કહ્યું કે પહેલા શપથ સમારોહ રાજભવન અથવા સ્ટેડિયમમાં યોજાતા હતા, પરંતુ આજે અમે ભગત સિંહના ગામમાં શપથ લેવાનો નિર્ણય કર્યો છે. ભગવંત માને કહ્યું કે અમારી સરકાર એવા લોકોની પણ છે જેમણે અમને વોટ આપ્યા નથી. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત દિલ્હી સરકારના તમામ મંત્રીઓની હાજરીમાં ભગવંત માને કહ્યું કે આપણે અહંકાર ન કરવો જોઈએ. અહંકારનું માથું હંમેશા નીચું હોય છે અને તે માત્ર સમયની વાત છે, જે કોઈનો નથી હોતો. ભગવંત માને કહ્યું કે હું અરવિંદ કેજરીવાલનો આભાર માનીશ, જેમણે દેશની રાજનીતિ સુધારવા માટે પાર્ટીની રચના કરી.

સંગરુર સીટથી લોકસભા સાંસદ રહી ચુકેલા ભગવંત માન છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં છે અને તે પહેલા તેઓ વ્યવસાયે હાસ્ય કલાકાર હતા. હવે તેઓ સંગરુર જિલ્લાની ધુરી બેઠકથી ધારાસભ્ય બન્યા છે અને સાંસદમાંથી રાજીનામું આપી દીધું છે. લોકોને સંબોધતા ભગવંત માને કહ્યું કે આપણે કોઈપણ પ્રકારના ઘમંડ અને ટકરાવથી બચવું પડશે. આ દરમિયાન પોતાની આગવી શૈલીમાં શેર ટાંકતા ભગવંત માને કહ્યું કે, એવા લોકો રાજ કરે છે જે લોકોના દિલમાં રાજ કરતા હોય, આમ તો કુકડાના માથે પણ તાજ હોય છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ભગતસિંહના ગામમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. જોકે, ભગવંત માન સિવાય અરવિંદ કેજરીવાલ સહિત અન્ય કોઈ નેતાએ ભાષણ આપ્યું ન હતું.

આ પણ વાંચોઃ

ભગવંત માનના શપથ સમારોહની તૈયારી પૂરજોશમાં,10,000 સુરક્ષા જવાનો તૈનાત, ​​જુઓ PHOTOS

આ પણ વાંચોઃ

આજે કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 3 ટકા વધારાના નિર્ણય ઉપર લાગી શકે છે મંજૂરીની મહોર, PM મોદીની અધ્યક્ષતામાં મળશે બેઠક

Next Article