VIDEO: સ્વદેશી લડાકૂ વિમાન તેજસમાં રક્ષાપ્રધાન રાજનાથસિંહની ઉડાન

|

Sep 19, 2019 | 4:44 AM

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે બેંગ્લુરુમાં લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસમાં ઉડાણ ભરશે. 2 સીટવાળા સ્વદેશી બનાવટના આ ફાઈટર વિમાનમાં રક્ષા મંત્રી તામિલનાડુના સુલુર એરફોર્સ સ્ટેશનથી ઉડાણ ભરશે. તેજસને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા ડિઝાઈન અને બનાવવામાં આવ્યું છે. આ સિંગલ એન્જિન ફાઈટરના સામેલ થવાથી વાયુસેનાને મિગ 21 વિમાનને બદલવાની મંજૂરી […]

VIDEO: સ્વદેશી લડાકૂ વિમાન તેજસમાં રક્ષાપ્રધાન રાજનાથસિંહની ઉડાન

Follow us on

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે બેંગ્લુરુમાં લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસમાં ઉડાણ ભરશે. 2 સીટવાળા સ્વદેશી બનાવટના આ ફાઈટર વિમાનમાં રક્ષા મંત્રી તામિલનાડુના સુલુર એરફોર્સ સ્ટેશનથી ઉડાણ ભરશે. તેજસને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા ડિઝાઈન અને બનાવવામાં આવ્યું છે.

આ સિંગલ એન્જિન ફાઈટરના સામેલ થવાથી વાયુસેનાને મિગ 21 વિમાનને બદલવાની મંજૂરી મળી જશે. ડિસેમ્બર 2017માં ભારતીય વાયુસેના દ્વારા 83 તેજસ વિમાનો માટે પ્રસ્તાવ (RFP) પસાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 83 તેજસ વિમાનમાંથી 10 બે સીટવાળા હશે અને ભારતીય વાયુસેના આ વિમાનોનો ઉપયોગ પોતાના પાઈલટોની તાલિમ માટે કરશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તેજસ ફાઈટર જેટને 21 ફેબ્રુઆરી 2019ના રોજ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ફાઈનલ ઓપરેશન ક્લિયરન્સ (FOC) સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. FOC સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ આપવાનો અર્થ એ છે કે તેજસ હવે મુકાબલા માટે તૈયાર છે. તેજસ હવામાં ઈંધણ ભરવા, ઈલેક્ટ્રોનિક યુદ્ધ સુઈટ, અનેક અલગ અલગ પ્રકારના બોમ્બ, મિસાઈલ અને હથિયારો જેવી ટેક્નોલોજીથી લેસ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

13 સપ્ટેમ્બર 2019ના રોજ જ્યારે તેજસના નૌસેનિક વર્ઝને ગોવામાં સમુદ્રી તટ આધારિત ટેસ્ટ ફેસિલિટી (SBTF) INS હંસામાં વાયર અરેસ્ટ લેન્ડિંગ કર્યું, ત્યારે એક તે મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત કરવામાં સફળ રહ્યું હતું. વાયર અરેસ્ટેડ લેન્ડિંગ કરનારા તેજસ વિમાનને ચીફ ટેસ્ટ પાઈલટ કમોડોર જયદીપ એ મૌલંકરે ઉડાવ્યું હતું. DRDOએ વાયર અરેસ્ટ લેન્ડિંગને ઈન્ડિયન નેવલ એવિએશનના ઈતિહાસમાં ગોલ્ડન લેટર ડે કહ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:42 am, Thu, 19 September 19

Next Article