
બંગાળમાં મુર્શિદાબાદમાં વક્ફ એક્ટના વિરોધમાં 8 એપ્રિલે હિંસા ભડકી ઉઠી હતી. અસંખ્ય મુસ્લિમોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા અને ઉપદ્રવ મચાવી રહ્યા હતા. જોતજોતામાં આ વિરોધ હિંસામાં તબ્દીલ થઈ ગયો અને ઠેર ઠેર આગચંપી કરવામાં આવી. હિંસક બનેલા ટોળાએ પોલીસને સેંકડો ગાડીઓને આગને હવાલે કરી દીધી. જે બાદ 9 એપ્રિલે રાજ્યની મમતા સરકારે જાહેરાત કરી કે બંગાળમાં વક્ફ કાયદો લાગુ નહીં થાય. જે બાદ પોલીસે 10 એપ્રિલે હિંસા ફેલાવનારાઓની ઓળખ કરી 22 ઉપદ્રવીઓની ધરપકડ કરી. હિંસા પાછળ બાંગ્લાદેશી કનેક્શન હોવાનું રિપોર્ટમાં સામે આવ્યુ 11 એપ્રિલે ફરી ઉપદ્રવીઓ રસ્તા પર ઉતર્યા. ફરી મુર્શિદાબાદમાં ઠેર ઠેર હિંસક વિરોધના દૃશ્યો સામે આવ્યા, ફરી એજ આગચંપી, સરકારી સંપતિને નુકસાન પહોંચાડવામાં આવ્યુ. ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા. હિંદુઓને માર મારવામાં આવ્યો. આ હિંસક વિરોધ બીજા દિવસે પણ યથાવત રહ્યો. 12 એપ્રિલે હિંસક ભીડે પિતાપુત્રની માર મારીને હત્યા કરી નાખી, મુર્શિદાબાદની હિંસામાં ત્રણ લોકોના મોત થયા. મુર્શિદાબાદમાં ટોળુ એટલી હદે હિંસક બન્યુ કે હિંદુઓના ઘરો સળગાવી દીધા. 13 એપ્રિલે ધુલિયાનમાંથી...
Published On - 9:14 pm, Sat, 19 April 25