કોરોનાનુ ગ્રહણ : આ રાજ્યમાં શાળાઓને ફરી લાગ્યા તાળા, આ હાઈસ્કૂલે નિયમો નેવે મુકીને શોભાયાત્રા કાઢતા ખળભળાટ

|

Jan 03, 2022 | 1:08 PM

જ્યારે બીજી તરફ કેટલીક શાળા હજુ પણ બેદરકારી દાખવી રહ્યુ છે. સિલીગુડી ગર્લ્સ હાઈસ્કૂલની (Siliguri Girls High School)75મી વર્ષગાંઠ નિમિત્તે સોમવારે સિલીગુડીમાં એક રંગારંગ શોભાયાત્રા કાઢવામાં આવી હતી,

કોરોનાનુ ગ્રહણ : આ રાજ્યમાં શાળાઓને ફરી લાગ્યા તાળા, આ હાઈસ્કૂલે નિયમો નેવે મુકીને શોભાયાત્રા કાઢતા ખળભળાટ
Bengal schools closed due to corona

Follow us on

West Bengal Corona Update: કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વખત કોરોનાના કેસમાં(Corona Case)  ઉછાળો આવ્યો છે ત્યારે પશ્ચિમ બંગાળમાં કોરોનાના વધતા જતા પ્રકોપને કારણે રાજ્યમાં સોમવારથી આંશિક લોકડાઉન (Mini Lockdown) લાગુ કરવામાં આવ્યું છે. જેમાં સોમવારથી રાજ્યની તમામ શાળા-કોલેજો અને યુનિવર્સિટીઓ ફરીથી બંધ કરવામાં આવી છે. ત્યારે ફરી એક વાર વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ (Online Education) લેવા મજબુર બન્યા છે.

શોભાયાત્રામાં કોરોના નિયમો નેવે મુકાયા

જ્યારે બીજી તરફ કેટલીક શાળા હજુ પણ બેદરકારી દાખવી રહ્યુ છે. સિલીગુડી ગર્લ્સ હાઈસ્કૂલની (Siliguri Girls High School)75મી વર્ષગાંઠ નિમિત્તે સોમવારે સિલીગુડીમાં એક રંગારંગ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.જેને પગલે હાલ શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. કોરોના મહામારી વચ્ચે શોભાયાત્રાના નિર્ણયને લઈને સ્કૂલ મેનેજમેન્ટના નિર્ણય પર હાલ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

શાળા મેનેજન્ટ પર ઉઠ્યા અનેક સવાલો

જો કે બીજી તરફ સિલીગુડી ગર્લ્સ હાઈસ્કૂલના વહીવટી અધિકારીઓનું કહેવું છે કે વિદ્યાર્થીનીઓએ માસ્ક પહેરીને શોભાયાત્રામાં ભાગ લીધો હતો. કોઈને બળજબરીથી શાળામાં લાવવામાં આવ્યા ન હતા. ઉપરાંત તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ 75મા વર્ષ નિમિત્તે આવતીકાલથી વિવિધ કાર્યક્રમોનું પણ શાળામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ આરોગ્ય તંત્રએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

વધતા સંક્રમણને પગલે રાજ્ય સરકાર સતર્ક

તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ સરકારે સોમવારથી તમામ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ સહિત સ્પા, સલૂન, બ્યુટી પાર્લર, સ્વિમિંગ પુલ, પ્રાણી સંગ્રહાલય અને મનોરંજન પાર્ક બંધ કરવાનુ આહ્વાન કર્યુ છે.ઉપરાંત તમામ સરકારી અને ખાનગી કચેરીઓ 50 ટકા ક્ષમતાથી જ કામ કરે તેવા આદેશ આપવામાં આવ્યા છે. તેમજ હવેથી તમામ વહીવટી બેઠકો વર્ચ્યુઅલ મોડ દ્વારા હાથ ધરવામાં આવશે. ત્યારે વધતા સંક્રમણને પગલે પશ્ચિમ બંગાળની રાજ્ય સરકાર (West Bengal Government) સતર્ક જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Karnataka : બેલાગવી જિલ્લામાં ખ્રિસ્તી પરિવાર પર અસામાજીક તત્વોનો હુમલો,પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી

Next Article