વર્ષ 2021-22નુ બજેટ બનવાની કામગીરી શરૂ: અર્થતંત્ર માટે ઉપયોગી સુચન સરકારને મોકલી આપો, જાણો કેવી રીતે મોકલી શકાય છે સૂચન

|

Nov 17, 2020 | 11:21 AM

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22ના બજેટ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. નાણાં મંત્રાલયે આ માટે કામગીરીના શ્રીગણેશ કરી દીધા છે. નાણાં મંત્રાલય બજેટ અંગેના સૂચનો માટે વિવિધ ઔદ્યોગિક અને અન્ય સંગઠનો સાથે વાતચીત શરૂ કરી છે. દરમિયાન, નાણાં મંત્રાલયે બજેટની કાર્યવાહીમાં આમ આદમીને પણ જોડવાનું નક્કી કર્યું છે આગામી બજેટ અંગે સામાન્ય વ્યક્તિના પણ […]

વર્ષ 2021-22નુ બજેટ બનવાની કામગીરી શરૂ: અર્થતંત્ર માટે ઉપયોગી સુચન સરકારને મોકલી આપો, જાણો કેવી રીતે મોકલી શકાય છે સૂચન

Follow us on

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22ના બજેટ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. નાણાં મંત્રાલયે આ માટે કામગીરીના શ્રીગણેશ કરી દીધા છે. નાણાં મંત્રાલય બજેટ અંગેના સૂચનો માટે વિવિધ ઔદ્યોગિક અને અન્ય સંગઠનો સાથે વાતચીત શરૂ કરી છે. દરમિયાન, નાણાં મંત્રાલયે બજેટની કાર્યવાહીમાં આમ આદમીને પણ જોડવાનું નક્કી કર્યું છે આગામી બજેટ અંગે સામાન્ય વ્યક્તિના પણ સૂચનો આમંત્રિત કર્યા છે. જો દેશના અર્થતંત્રને મદદરૂપ થાય તેવા કોઈ સૂચનો આપણી પાસે હોય તો આપ પણ સૂચન મોકલી શકો છે.

20 જાન્યુઆરી 2020 સુધીમાં સૂચનો મોકલી શકાશે.  નાણાં મંત્રાલયે MyGov પ્લેટફોર્મ પર માઇક્રો-સાઇટ ઓનલાઇન પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટ ઉપર સામાન્ય લોકો બજેટને લઈને તેમના સૂચનો આપી શકે છે. પોર્ટલ  15 નવેમ્બરથી સામાન્ય લોકો માટે એક્ટિવ કરવામાં આવ્યું છે. પોર્ટલ 30 નવેમ્બર 2020 સુધી ખુલ્લું રહેશે.

બજેટ અંગે સૂચન મોકલવા માટેના પોર્ટલની લિંક આ મુજબ છે/
https://www.mygov.in/mygov-survey/inviting-suggestions-budget-2021-22/

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આમ આદમી સાથે સરકાર તમામ ક્ષેત્રના અભિપ્રાય જાણે છે.ઉદ્યોગ ચેમ્બર, ખેડૂત સંગઠનો, વિવિધ કારોબાર સાથે સંકળાયેલી સંસ્થાઓ,  સંસ્થાઓના કર્મચારીઓ, રાજકીય પક્ષો વગેરે તમામ નાણાં પ્રધાનને પોતાના સલાહસૂચન આપે છે. આ રીતે તમામ પક્ષની સલાહ લીધા પછી  વડા પ્રધાન, વિવિધ મંત્રાલયો અને મંત્રીમંડળના અભિપ્રાયને  ઉમેરી નાણાં પ્રધાન વાર્ષિક બજેટ તૈયાર કરે છે.

બજેટમાં નાણાકીય વર્ષમાં કેટલા પૈસા ખર્ચવામાં આવશે તેનો હિસાબ છે. તે એ પણ જણાવે છે કે તમામ જગ્યાએ ખર્ચ કરવા માટે પૈસા ક્યાંથી આવશે. ખાસ કરીને મધ્યમ વર્ગના પગારદાર લોકો બજેટની ખાસ રાહ જોતા હોય છે કારણ કે તેઓને આવકવેરામાં સરકાર તરફથી રાહતની અપેક્ષા હોય છે. સામાન્ય સંજોગોમાં દરવર્ષે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article