અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક થઈ રહ્યો છે અને બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છે. પોતાની યાત્રા દરમિયાન રાહુલ ગાંધી મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશની મુલાકાત બાદ આસામ પહોંચ્યા છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે તેઓ બટાદ્રાવામાં શ્રીમંત શકરદેવના જન્મસ્થળની મુલાકાતે જવાના હતા.
જોકે, આસામ સરકારે તેમને ત્યાં જતા રોક્યા હતા. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી, જયરામ રમેશ અને અન્ય કોંગ્રેસી નેતાઓ રસ્તા પર ધરણા પર બેસી ગયા અને ‘રઘુપતિ રાઘવ રાજારામ’ની ધૂન ગાવા લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે તેમને 3 વાગ્યા પહેલા મંદિર જવાથી રોકી દેવામાં આવ્યા છે.
#WATCH | Nagaon, Assam | Congress leaders Rahul Gandhi, Jairam Ramesh and others sing ‘Raghupati Raghav Raja Ram’ as they sit on a protest against not being allowed to visit Batadrava Than before 3 pm today. pic.twitter.com/8Y9fszZ8j0
— ANI (@ANI) January 22, 2024
જે વીડિયો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે કોંગ્રેસના નેતા રઘુપતિ રાઘવ રાજા રામ રસ્તા પર બેસીને ગાઈ રહ્યા છે અને તાળીઓ પાડી રહ્યા છે. એક રીતે તેઓ આસામ સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. ત્યાં નજીકમાં લોકોની ભારે ભીડ એકઠી થઈ છે.
તમને જણાવી દઈએ કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓએ આવવાની ના પાડી દીધી હતી. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીએ આમંત્રણ નકારી કાઢ્યું હતું અને કહ્યું કે આ કાર્યક્રમનું રાજનીતિકરણ કરવામાં આવશે.
આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ રાહુલ ગાંધીને શ્રીમંત શકરદેવના જન્મસ્થળની મુલાકાત નહીં લેવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર તેઓ નથી ઈચ્છતા કે મંદિરમાં કોઈપણ પ્રકારની અરાજકતા સર્જાય. તેમણે કહ્યું હતું કે શ્રીમંત શંકરદેવ અને પ્રભુ શ્રી રામ વચ્ચે કોઈ સ્પર્ધા નથી. તમને જણાવી દઈએ કે શ્રીમંત શંકરદેવ વૈષ્ણવ સંત હતા. મુખ્યમંત્રી શર્માએ કહ્યું હતું કે રાહુલ ગાંધીના પ્રવાસના રૂટ પર સુરક્ષા માટે કમાન્ડો તૈનાત કરવામાં આવશે.
આ પણ વાંચો: પીએમ મોદી આજે ફરી ઈતિહાસ રચશે, રામ મંદિર પહોચતા જ સર્જાશે રેકોર્ડ, જાણો