SCOમાં ભાગ લેવા જતા પહેલા પાકિસ્તાનને સાફ શબ્દોમાં આતંકવાદ બાબતે જણાવતા જયશંકર, જાણો શું કહ્યું ?

|

Oct 06, 2024 | 2:57 PM

વિદેશ મંત્રી એસ. જયશંકર આગામી સપ્તાહે પડોશી દેશ પાકિસ્તાનની મુલાકાતે જવાના છે. આ પહેલા તેમણે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, સાર્ક આગળ વધી રહ્યું નથી. આ માટે છેલ્લા 10 વર્ષથી સાર્કની કોઈ દ્વિવાર્ષિક સમિટ યોજાઈ નથી. આમ કહીને તેમણે પાકિસ્તાન પર પણ નિશાન સાધ્યું હતું.

SCOમાં ભાગ લેવા જતા પહેલા પાકિસ્તાનને સાફ શબ્દોમાં આતંકવાદ બાબતે જણાવતા જયશંકર, જાણો શું કહ્યું ?
Image Credit source: PTI

Follow us on

વિદેશ મંત્રી એસ જયશંકર આગામી સપ્તાહે પાકિસ્તાનની મુલાકાતે જવાના છે. તેઓ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેશે. આ પહેલા તેમણે આડકતરી રીતે પાકિસ્તાન પર શાબ્દિક હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશનની કોઈ બેઠક યોજાઈ નથી અને આગળ વધી રહ્યું નથી.

વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે કહ્યું કેસ દક્ષિણ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) આગળ વધી રહ્યું નથી અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેની કોઈ બેઠકો યોજાઈ નથી કારણ કે આ પ્રાદેશિક જૂથના એક સભ્ય સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યુ છે. વિદેશ મંત્રીએ કોઈ દેશનું નામ લીધા વગર આ નિવેદન એવા સમયે આપ્યું છે, જ્યારે તેઓ પાકિસ્તાનની મુલાકાતે જઈ રહ્યા છે.

સાર્ક 2016 થી અસરકારક નથી

સાર્ક 2016 થી બહુ અસરકારક રહ્યું નથી અને 2014 માં કાઠમંડુમાં છેલ્લી સમિટ યોજાઈ ત્યારથી દ્વિવાર્ષિક સમિટ યોજાઈ નથી. અહીં એક કાર્યક્રમમાં સાર્કના પુનરુત્થાન સાથે જોડાયેલા પ્રશ્નનો જવાબ આપતા જયશંકરે કહ્યું કે હાલમાં સાર્ક આગળ વધી રહ્યું નથી. કોઈ બેઠક થઈ નથી અને તેનું સરળ કારણ એ છે કે તેનો એક સભ્ય ઓછામાં ઓછા એક અથવા વધુ સાર્ક સભ્યો વિરુદ્ધ સીમા પાર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યો છે.

Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર
આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?

આ દેશોનો સમાવેશ થાય છે

તેમણે કહ્યું કે જો તમે બધા સાથે બેઠા છો, સહકાર આપી રહ્યા છો અને સાથે સાથે આ પ્રકારનો આતંકવાદ ચાલુ છે. તે ખરેખર અમારા માટે એક પડકાર છે કે તમે તેને અવગણો અને આગળ વધો. સાર્ક એક પ્રાદેશિક જૂથ છે જેમાં ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.

એસ જયશંકરે કહ્યું કે આતંકવાદ એવી વસ્તુ છે જે અસ્વીકાર્ય છે અને વૈશ્વિક પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં લીધા વિના, જો આપણો કોઈ પાડોશી આમ કરતું રહે છે, તો તેને રોકવું જોઈએ. આ જ કારણ છે કે તાજેતરના વર્ષોમાં સાર્કની બેઠક થઈ નથી.

Published On - 2:55 pm, Sun, 6 October 24

Next Article