ભાગેડુ નીરવ મોદી અને વિજય માલ્યાની સંપત્તિ વેચીને એકઠા કર્યા 13,109 કરોડ, નાણામંત્રીએ સંસદમાં આપી માહિતી

|

Dec 20, 2021 | 5:32 PM

આ વર્ષે જુલાઈમાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે વિજય માલ્યા અને નીરવ મોદીની પ્રોપર્ટી વેચીને થયેલી રિકવરી અંગે માહિતી આપી હતી, પરંતુ નાણામંત્રીએ આજે ​​સંસદમાં સત્તાવાર માહિતી આપી હતી. 

ભાગેડુ નીરવ મોદી અને વિજય માલ્યાની સંપત્તિ વેચીને એકઠા કર્યા 13,109 કરોડ, નાણામંત્રીએ સંસદમાં આપી માહિતી

Follow us on

હીરાના વેપારી નીરવ મોદી (Nirav Modi) અને કિંગફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યા (Vijay Mallya) સામે સરકારની કડકાઈ ચાલુ છે, જેઓ બિઝનેસના નામે બેંકો પાસેથી કરોડો રૂપિયાની લોન, પરત નહીં આપીને વિદેશ ભાગી ગયા છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે વિજય માલ્યા અને નીરવ મોદીની મિલકતો વેચીને 13000 કરોડ રૂપિયાથી વધુની વસૂલાત કરવામાં આવી છે. બંને ઉદ્યોગપતિઓ દેશની અનેક બેંકોમાંથી હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને વિદેશમાં ભાગી ગયા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharamane) સોમવારે લોકસભામાં કહ્યું હતું કે વિજય માલ્યા અને નીરવ મોદીની સંપત્તિ વેચીને 13109 કરોડ રૂપિયા એકઠા થયા છે. સીતારમણે કહ્યું કે બેંકોએ અત્યાર સુધી આ બે ભાગેડુ ડિફોલ્ટરોની સંપત્તિ વેચીને આ રકમ મેળવી છે. આ વર્ષે જુલાઈમાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) વિજય માલ્યા અને નીરવ મોદીની પ્રોપર્ટી વેચીને થયેલી રિકવરી અંગે માહિતી આપી હતી, પરંતુ નાણામંત્રીએ આજે ​​સંસદમાં સત્તાવાર માહિતી આપી છે.

માલ્યાએ 9000 કરોડની લોન લીધી હતી
કિંગફિશર એરલાઈન્સ (Kingfisher Airlines)અને દારૂના કારોબારી વિજય માલ્યાની વાત કરીએ તો યુનાઈટેડ બ્રુઅરીઝના માલિક તરીકે વિજય માલ્યાએ ઘણી બેંકો પાસેથી ₹9000 કરોડની લોન લીધી હતી. બેંકોનો આરોપ છે કે લોનની રકમ અને વ્યાજ હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

નીરવ મોદી પર 13,000 કરોડ રૂપિયાનું દેવું છે
જો હીરાના વેપારી નીરવ મોદી અને મેહુલ ચોકસીની વાત કરીએ તો તેઓએ PNB સહિત અનેક બેંકો સાથે રૂ. 13000 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી.

નીરવ મોદીને ઓક્ટોબરમાં આંચકો લાગ્યો હતો
ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીને અમેરિકાની નાદારી અદાલતે જોરદાર ઝટકો આપ્યો છે. ભારતના ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની અરજી અમેરિકી અદાલતે ફગાવી દીધી છે. નીરવ મોદી અને તેના બે સહયોગીઓએ કોર્ટમાં અરજી દાખલ કરીને તેમની સામેના છેતરપિંડીના આરોપને રદ કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરના CM જમ્મુ ક્ષેત્રમાંથી બનશે ? સીમાંકન પંચે જમ્મુમાં 6 બેઠકો, કાશ્મીરમાં 1 બેઠક વધારવાનો રજુ કર્યો પ્રસ્તાવ

આ પણ વાંચોઃ Parliament winter session 2021: આધાર કાર્ડ સાથે મતદાર કાર્ડને જોડવાનુ બિલ લોકસભામાં પાસ, ગૃહ આવતીકાલ સુધી સ્થગિત

Next Article